પહેલી તારીખથી 5 મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે.તેમાંથી એક છે વાહનોની કિંમતમાં વધારો.મારુતિ સુઝુકી,હ્યુન્ડાઈ મોટર,ટાટા મોટર્સ,મર્સિડીઝ-બેન્ઝ,ઓડી,રેનો,કિયા ઈન્ડિયા અને MG મોટર 1 જાન્યુઆરી, 2023 થી તેમના વાહનોની કિંમતમાં વધારો કરશે.બીજો ફેરફાર બેંક લોકર સાથે સંબંધિત છે.તમારે ખાતરી કરવાની જરૂર છે કે તમે 1લી તારીખથી બેંક લોકરનો ઉપયોગ કરવા માટે નવા લોકર કરાર પર હસ્તાક્ષર કર્યા છે.
આ સિવાય કેટલીક બેંક ક્રેડિટ કાર્ડ સંબંધિત નિયમોમાં પણ ફેરફાર થવા જઈ રહ્યા છે.ઉદાહરણ તરીકે, HDFC બેંક ક્રેડિટ કાર્ડના રિવોર્ડ પોઈન્ટ અને ફી સ્ટ્રક્ચરમાં ફેરફાર કરશે.આ સાથે SBIએ તેના SimplyCLICK કાર્ડધારકો માટે કેટલાક નિયમોમાં પણ ફેરફાર કર્યા છે.1 જાન્યુઆરીથી જીએસટીના નિયમોમાં પણ ફેરફાર થશે. 5 કરોડથી વધુનું વાર્ષિક ટર્નઓવર ધરાવતા ઉદ્યોગપતિઓ માટે હવે ઈ-ઈનવોઈસ જનરેટ કરવું જરૂરી બનશે.તેમાં ફોન સંબંધિત ફેરફાર પણ સામેલ છે. 1લી તારીખથી, દરેક ફોન ઉત્પાદક અને તેની આયાત અને નિકાસ કંપની માટે દરેક ફોનના IMEI નંબરની નોંધણી જરૂરી બનશે.