નવી િદલ્હી : ભારત સરકાર આંતરરાષ્ટ્રીય અદાલતમાં કેઇન એનર્જી સામે પાછોતરી અસરથી વેરા વસૂલાતનો કેસ હારી ચૂકી છે.આ કેસમાં ભારત સરકારે કેઇન એનર્જીને 1.4 અબજ ડોલર ચૂકવવા પડે તેમ છે.આ ચૂકવણીમાં વિલંબ થાય તો વિદેશમાં ભારત સરકારના વિમાન કે શીપ જેવી સંપત્તિ જપ્ત કરવાની ચિમકી કેઇર્ન કંપની આપી ચૂકી છે.આ સંદર્ભમાં ભારત સરકાર કેઇર્નને પૈસા ના ચૂકવવા પડે કે સંપત્તિ પણ જપ્ત ના થાય તે માટે બદલામાં કેઇર્નને ઓઇલ ફિલ્ડ સોંપવાનું વિચારી રહી છે.
કેઇર્ન કંપનીએ ભારતમાં બિગેસ્ટ ઓનલેન્ડ ક્રૂડ શોધ્યું હતું.પરંતુ ભારત સરકારે પાછલી અસરથી 10,247 કરોડનો ટેક્સ લાદતાં કંપનીએ ભારતમાં બિઝનેસ બંધ કરી દીધો હતો.હવે કંપની આ ટેક્સ ડિમાન્ડ સામેનો કેસ ઇન્ટરનેશનલ આર્બિટ્રેશન ટ્રિબ્યૂનલમાં જીતી ચૂકી છે.તેમાં અપીલના સ્કોપ પણ બહુ મર્યાદિત છે.
માહિતગાર સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર પોતાની માલિકીના ઓઇલ અને ગેસ ફિલ્ડમાંથી કોઇ ફિલ્ડ કેઇર્ન કંપનીને ઓફર કરી શકે છે. જુદી જુદી કંપનીઓ અલગ અલગ કારણોસર આ ફિલ્ડ સરકારને સરન્ડર કરી ચૂકી છે.સરકાર અરબી સમુદ્રના રત્ના અને આર સિરિઝ ઓઇલ ફિલ્ડ કેઇર્નને આપી શકે છે.આ ઓઇલ ફિલ્ડ 2016માં એસ્સારનાં વડપણ હેઠળના કોન્સોર્ટિયમ પાસેથી શરતોમાં ફેરફારને કારણે પાછાં લઇ લેવાયાં હતાં.આ ઉપરાંત રાજસ્થાનનું બાડમેર ઓઇલ ફિલ્ડ પણ કેઇર્નને ઓફર કરવામાં આવી શકે છે.આ ફિલ્ડ મુળ કેઇર્ન દ્વારા જ શોધવામાં આવ્યું હતું.વેદાતાં કંપનીએ કેઇર્નની ભારતીય પેટા કંપની દાયકા પહેલાં ખરીદી લીધી હતી પરંતુ તેના કોન્ટ્રાક્ટમાં મુદ્દત વધારવાની શરતો મુદ્દે તેના અને ભારત સરકાર વચ્ચે સંમતિ સધાઇ નથી.