– મનોજકુમાર દાસ,અશ્વિનીકુમાર અને કમલ શાહના રેગ્યુલર પોસ્ટિંગ,અવંતિકાને જીઆઇડીબીનો ચાર્જ
ગાંધીનગર : ગુજરાત સરકારે દિવાળીના તહેવારો પહેલાં રાજ્યના 10 આઇએએસ ઓફિસરોની બદલી કરી છે જે પ્રમાણે મનોજ દાસને પોર્ટ અને ટ્રાન્સપોર્ટ વિભાગના અધિક મુખ્યસચિવનું રેગ્યુલર પોસ્ટીંગ આપવામાં આવ્યું છે જ્યારે અશ્વિનીકુમારને રમતગમત,યુવક સેવા સાંસ્કૃતિક વિભાગમાં સેક્રેટરી તરીકે મૂકવામાં આવ્યા છે.તેમને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ડાયરેક્ટર જનરલનો વધારાનો હવાલો પણ આપવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી કાર્યાલયમાં સેક્રેટરી તરીકે ફરજ બજાવતા અવતિકા સિંઘને ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર બોર્ડ (જીઆઇડીબી)ના સીઇઓનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.એવી જ રીતે મુખ્યમંત્રી કાર્યાલયમાં ફરજ બજાવતા અને લાંબા સમયથી પોસ્ટીંગની રાહ જોતાં કમલ શાહને એડીશનલ ઇન્ડસ્ટ્રીઝ કમિશનર પદે નિયુક્ત કરવામાં આવ્યા છે.મનોજકુમાર દાસ,અશ્વિનીકુમાર અને કમલ શાહ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારમાં સીએમઓ કાર્યાલયમાં ફરજ બજાવતા હતા પરંતુ મુખ્યમંત્રી પદે ભૂપેન્દ્ર પટેલ નિયુક્ત થયા પછી ત્રણેય ઓફિસરોની બદલી કરવામાં આવી હતી.
બીજી તરફ નાણા વિભાગના સેક્રેટરી (ઇકોનોમિક્સ અફેર્સ) મિલિંદ તોરવણેને સેલ્સટેક્સ-જીએસટી કમિશનરનો વધારાનો હવાલો આપવામાં આવ્યો છે.આ પોસ્ટ પર નિયુક્ત થયેલા જેપી ગુપ્તાની નાણા વિભાગના અગ્રસચિવ તરીકે બદલી કરવામાં આવી છે અને આ પોસ્ટ પર વધારાનો હવાલો ધરાવતા પંકજ જોશીને મુક્ત કરવામાં આવ્યા છે. બદલી કરવામાં આવેલા અધિકારીઓ આ પ્રમાણે છે.
સીસી કોટક લિગલ મેટ્રોલોજીના કન્ટ્રોલર પદે નિયુક્ત
ગુજરાત વહીવટી સેવાના અધિકારી સીસી કોટકની નિયુક્તિ લિગલ મેટ્રોલોજીના કન્ટ્રોલર તરીકે કરવામાં આવી છે.તેઓ ગુજરાત વહીવટી સેવાના ક્લાસ-1 અધિકારી જેકે જેગોડા પાસે રહેલા વધારાના ચાર્જની જગ્યાએ નિયુક્ત થયાં છે.