– 2006માં કાલુપુર સ્ટેશન બ્લાસ્ટના જેહાદી ષડયંત્રમાં સામેલ બિલાલ અસ્લમ કાશ્મીરી 15 વર્ષથી ફરાર હતો
– આતંકી આરોપી છોકરાઓને લાલચ આપી હથિયારો અને બ્લાસ્ટની ટ્રેનિંગ માટે POK મોકલતા
ગુજરાતમાં આતંકી ષડયંત્રની સામે ગુજરાત ATSની ટીમને મોટી સફળતા મળી છે.કશ્મીરમાં છુપાયેલા લશ્કરે-એ-તોયબાના સક્રિય આતંકીને ઝડપી લીધા છે.આતંકીએ અત્યાર સુધી ગુજરાતમાંથી 15 જેટલા યુવનોને પીઓકેમાં ટ્રેનિંગ માટે મોકલ્યા હતા. વર્ષ 2006માં કાલુપુર રેલ્વે સ્ટેશન પર થયેલા બ્લાસ્ટને લગતા જેહાદી ષડયંત્રમાં આરોપી ફરાર હતો જેને કશ્મીરના બારામુલાથી પકડ્યો હતો. જ્યારે 108 કિલો ચરસનો જથ્થો ગુજરાતમાં મોકલવા માટે જવાબદાર આરોપીને પણ અનંતનાગથી પકડવામાં આવ્યો છે.
પંદર વર્ષથી ફરાર બે આરોપીઓની જમ્મૂ કાશ્મીરથી ધરપકડ કરવામાં આવી છે.આજે રાજ્યનાં પોલીસ વડા આશિષ ભાટિયાએ પત્રકાર પરિષદ સંબોધી હતી.જેમાં તેમણે આ ઓપરેશનમાં સામેલ પોલીસ જવાનોની પીઠ થાબડી હતી. બે આરોપીઓમાંથી એક આરોપી અમદાવાદ બ્લાસ્ટનો છે જ્યારે બીજો ગુજરાતમાં ચરસ ઘૂસાડવાનો આરોપી છે.ગુજરાત ATS દ્વારા કાલુપુર બ્લાસ્ટ કેસના ફરાર આરોપી બિલાલ અસ્લમ કાશ્મીરીની કાશ્મીરના બારામુલ્લાથી ધરપકડ કરાઈ છે.
15 વર્ષથી બિલાલ અસ્લમ કાશ્મીરી વોન્ટેડ હતો
વર્ષ 2006માં કાલુપુર રેલવે સ્ટેશન પાસે બૉમ્બ બ્લાસ્ટ થયો હતો.આ કેસમાં બિલાલ અસ્લમ કાશ્મીરી છેલ્લા 15 વર્ષથી વોન્ટેડ હતો.જેની આજે કાશ્મીરના બારામુલ્લા ખાતેથી ધરપકડ કરવામાં આવી છે.બિલાલ અસ્લમે પૂછપરછમાં મોટો ઘટસ્ફોટ કરતાં જણાવ્યું કે, બ્લાસ્ટ પહેલા આતંકવાદીઓને કેરળના મદરેસામાં ટ્રેનિંગ આપવામાં આવી હતી.જે બાદ હવે સુરક્ષા એજન્સીઓએ આ દિશામાં તપાસ હાથ ધરી છે.
વિગતવાર વાત કરીએ તો આરોપીએ આવા અનેક યુવકોને ISI ની મદદથી પાકિસ્તાન અથવા Pok માં હથિયારો અને બૉમ્બ બ્લાસ્ટની ટ્રેનિંગ માટે પણ મોકલવામાં મદદ કરેલ છે.આ પહેલા કુલ 9 લોકોની ધરપકડ કરી દેવા માં આવી છે અને હાલ પણ અન્ય લોકો ફરાર છે.એટીએસની ટીમ જમ્મુ ગઈ તો ખબર પડી કે આ ગુનાનો એક આરોપી બશીર કશ્મીરી 2015-16 માં એન્કાઉન્ટરમાં મોત થયેલ છે.


