11મી માર્ચ, 2022 અમદાવાદ : ભારતમાં ક્રિકેટ આઝાદી પહેલાંના સમયથી રમાઇ રહી છે.વાત એ સમયની છે,જ્યારે ક્રિકેટને એટલી લોકપ્રિયતા નહોતી મળી,એ સમયમાં ફક્ત એક જ ફોર્મેટ પ્રચલિત હતો અને તે છે ટેસ્ટ ક્રિકેટ.
ભારતીય ટીમે પોતાની પ્રથમ ટેસ્ટ મેચ વર્ષ 1932 માં રમ્યો હતો.પણ ભારતીય ક્રિકેટ ટીમને જીત મેળવવા માટે 20 વર્ષ સુધી રાહ જોવી પડી હતી.ભારતને આઝાદી મળ્યા બાદ 1952 માં પહેલી જીત મેળવી હતી.જેનો શ્રેય વિજય હજારેને જાય છે.
આજે 11 માર્ચનાં રોજ ભારતીય ક્રિકેટર વિજય હજારેની જન્મજયંતિ છે.તે એક ભુતપુર્વ ભારતીય ખેલાડી છે.ભારતીય ક્રિકેટર વિજય હજારેનો જન્મ 11 માર્ચ,1915 નાં રોજ સાંગલીમાં એક મરાઠી-ઇસાઇ પરિવારમાં થયો હતો.તેમનું પુરુ નામ વિજય સેમુઅલ હજારે હતુ.આઝાદી બાદ તે ભારતીય ક્રિકેટ ટીમના પ્રથમ કેપ્ટન હતા.
તેમણે માત્ર 31 વર્ષની ઉંમરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કર્યો હતો.તે ઓલરાઉન઼્ડર હતા.વિજય હજારે પહેલા એવા બેટ્સમેન હતા જેમના નામે ઘણા રેકોર્ડ બન્યા. ઇ.સ 1947-48 માં ઓસ્ટ્રેલિયાનાં પ્રવાસ દરમિયાન એડિલેડ ટેસ્ટ મેચની બંને ઇનિગ્સમાં તેમણે પોતાનો સારો પ્રભાવ દર્શાવ્યો.
વિજય હજારેની કારર્કિર્દી
વિજય હજારેની કારર્કિર્દીની વાત કરીએ તો,તેમણે પોતાના કરિયરમાં કુલ 238 મેચ રમી છે.જેમાં તેમણે 18,740 રન ફટકાર્યા હતા.જે દરમિયાન તેમણે 60 શતક અને 73 અર્ધશતક બનાવ્યા હતા.
વિજય હજારે ટ્રોફી
ભારતીય ક્રિકેટમાં તેમણે આપેલા યોગદાનને સમ્માનિત કરવા માટે BCCI એ વિજય હજારેના નામ પર વર્ષ 2002-03 માં ઘરેલુ ક્રિકેટમાં વન ડે ટ્રોફીની શરુઆત કરી હતી.
વિજય હજારેજીનું નિધન
ભારતીય ક્રિકેટર વિજય હજારે જીનું નિધન 2004 ડિસેમ્બરમાં 89 વર્ષની ઉંમરમાં થયુ હતુ.


