By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: 13 વર્ષની કિશોરીને લગ્નની લાલચે ભગાડી દુષ્કર્મ કરનાર યુવાનને 20 વર્ષની કેદ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > 13 વર્ષની કિશોરીને લગ્નની લાલચે ભગાડી દુષ્કર્મ કરનાર યુવાનને 20 વર્ષની કેદ
GeneralSurat

13 વર્ષની કિશોરીને લગ્નની લાલચે ભગાડી દુષ્કર્મ કરનાર યુવાનને 20 વર્ષની કેદ

HM News
Last updated: 28/06/2022 7:44 AM
HM News
3 years ago
Share
SHARE

સુરત : મૂળ બિહારના ઇમ્તિયાઝ શેખને તમામ ગુનામાં દોષી ઠેરવાયોઃ કુલ 40 હજાર દંડઃ કિશોરીને કુલ 1.40 લાખ વળતર આપવા નિર્દેશ ત્રણેક વર્ષ પહેલાં ચોકબજાર પોલીસ મથકના હદમાં રહેતી 13 વર્ષ પાંચ માસની વયની તરૃણીને લગ્નની લાલચે બળજબરીથી પોતાની સાથે લઈ જઈ બળાત્કાર ગુજારનાર આરોપી યુવકને આજે પોક્સો કેસોની ખાસ અદાલતના એડીશ્નલ સેશન્સ જજ દિલીપ પી.મહીડાએ તમામ ગુનામાં દોષી ઠેરવી પોક્સો એક્ટના ભંગ બદલ 20 વર્ષની સખ્તકેદ અને દંડનો હુકમ કર્યો હતો.

ચોક બજાર પોલીસ મથકના હદ વિસ્તારમાં રહેતી 13 વર્ષ પાંચ માસની વય ધરાવતી તરૃણીને તા.8-9-2019ના રોજ રાત્રે રૃમની ચાવી ન આપે તો તેના પિતા તથા ભાઈને મારી નાખવાની ધમકી આપી મૂળ બિહારના મુઝફફર પુરના વતની 23 વર્ષીય આરોપી ઈમ્તિયાઝ ઉર્ફે નનકી મોહમદ હુશેન શેખ(રે.મદીના મસ્જિદની બાજુમાં,ફુલવાડી ભરીમાતા રોડ)એ લગ્નની લાલચે તરૃણીને સુરત રેલ્વે સ્ટેશન લઈ ગયો હતો.પરંતુ અજમેર જવાની ટ્રેન ન હોઈ તરૃણીને પંડોળ સહયોગ ઈન્ડસ્ટ્રીઝ સોસાયટીના રૃમમાં લઈ જઈને તેની ઈચ્છા વિરુધ્ધ બળાત્કાર ગુજાર્યો હતો.તરુણીની માતાએ ચોકબજાર પોલીસમાં પોક્સો એકટના ભંગ બદલ ફરિયાદ નોંધાવતા આરોપીને જેલભેગો કરાયો હતો.

કેસની અંતિમ સુનાવણીમાં સરકાર પક્ષે એપીપી વિશાલ ફળદુએ આરોપી વિરુધ્ધ મુખ્ય ત્રણ સાક્ષી ભોગ બનનાર,તેના માતા પિતા,બે તબીબી સાક્ષી, દશ પંચ સાક્ષીઓ,ચાર પોલીસ સાક્ષી સહિત કુલ 24 દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા.જેના આધારે કોર્ટે આરોપીને તમામ ગુનામાં દોષી ઠેરવી પોક્સો એક્ટના ભંગના ગુનામાં ઉપરોક્ત મહત્તમ 20 વર્ષની સખ્તકેદ તથા 20 હજાર દંડ અને દંડ ન ભરે તો વધુ એક વર્ષની કેદની સજા ફટકારી છે.ભોગ બનનાર તરૃણીને કોર્ટે આરોપી કુલ રૃ.40 હજાર દંડ ભરે તો વીકટીમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ રૃ.1 લાખ સહિત 1.40 લાખ વળતર ચુકવવા નિર્દેશ આપ્યો છે.સમગ્ર બનાવ ભલે વ્યક્તિગત જણાતો હોય પણ તેની સમાજ પર અસર પડતી હોય છે ઃ કોર્ટ

કોર્ટે જણાવ્યું હતું કે,સમગ્ર બનાવ ભલે વ્યક્તિગત જણાતો હોય પરંતુ તેની અસર સમાજ પર પડતી હોય છે.સમાજમાં આવી બાળાઓ નિશ્ચિતપણે જીવન જીવી શકે તે હેતુથી આરોપીને કાયદામાં જણાવેલી મહત્તમ સજા અને દંડ તથા ભોગ બનનારને યોગ્ય વળતર મળે તે પણ જરૃરી છે.

‘મંથન’માંથી 2003 જેવું અમૃત નિકળશે ? સોનિયાનાં નેતૃત્વમાં ચોથી ‘ચિંતન શિબિર’
જમ્મુ-કાશ્મીર ખાતે રોડ અકસ્માતની ઘટનામાં સુરતના યુવાનનું અપમૃત્યુ
ગાંધી પરિવારે કોંગ્રેસની નેતાગીરી છોડી બીજાને તક આપવી જોઈએ : સિબ્બલ
ચાર માસમાં 66 લાખ પ્રોફેશનલ્સ બેકાર થયા
ટેલિકોમ કંપનીઓએ AGR પેટે રૂ. 8000 કરોડ ચૂકવ્યા
Share This Article
Facebook Email Print
Previous Article સિવિલમાં જોડિયા બાળકોથી દુર રહેલી માતાના એક બાળકનું મોત
Next Article નેશનલ લોક અદાલતમા કુલ 36 હજારથી વધુ કેસોનો સમાધાનથી નિકાલ કરાયો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up