By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: 134 કિલોના IPS ઓફિસર આઠ મહિનામાં 43 કિલોના થઇ ગયા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > 134 કિલોના IPS ઓફિસર આઠ મહિનામાં 43 કિલોના થઇ ગયા
GeneralNational

134 કિલોના IPS ઓફિસર આઠ મહિનામાં 43 કિલોના થઇ ગયા

HM News
Last updated: 04/06/2021 5:41 AM
HM News
4 years ago
Share
SHARE

– મધ્યપ્રદેશના પોલીસ અધિકારીનું અનુકરણ કરીને ગુજરાતના પોલીસના ઓવરવઇટ ઓફિસરો તેમજ કર્મચારીઓ પણ ફીટ થઇ શકે છે

મધ્યપ્રદેશના એક આઇપીએસ ઓફિસર દેશ અને ગુજરાતના એવા પોલીસ ઓફિસરો માટે મિસાલ બન્યાં છે કે જેમનું શારીરિક વજન 100 કિલોગ્રામ કે તેનાથી વધુ છે.આ ઓફિસરે માત્ર આઠ મહિનામાં કોઇપણ મેડિસીન કે જીમના પ્રયોગ વિના 43 કિલોગ્રામ વજન ઉતાર્યું છે.તેઓનું વજન 134 કિલોગ્રામ હતું.આ કામ તેમણે નેશનલ પોલીસ એકેડેમીમાં કર્યું છે.મધ્યપ્રદેશના આઇપીએસ વિવેક રાજસિંહ કુકરેલે પોલીસ એકેડેમીમાં જોડાયા હતા.તેમણે કઠોર ટ્રેનિંગ પછી વજન ઉતાર્યું છે.સોશ્યલ મિડીયા પ્લેટફોર્મના માધ્યમથી આ ઓફિસરે બીજા અધિકારીઓ અનુકરણ કરે તે માટે પોસ્ટમાં વજન પહેલાંના અને ઘટેલા વજન સાથેના ફોટોગ્રાફ મૂક્યાં છે.તેમણે વજન ઉતારવા માટે શું કર્યું તે ફેસબુક પોસ્ટ પર મૂક્યું છે.તેમણે લખ્યું છે કે મને મહેસૂસ થતું હતું કે છેલ્લા કેટલાક વર્ષોથી ઓવરવેઇટના કારણે મુશ્કેલી પેદા થતી હતી.સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી હતી. વજન વધતાં બ્લડપ્રેશરની બિમારી શરૂ થઇ હતી પરંતુ એકેડેમીમાં વજન ઉતારવા માટે મને મોટી ઉપલબ્ધી મળી છે.વોકિંગની સાથે હું કસરત પણ કરતો હતો.

તેમણે લખ્યું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં નોકરી દરમ્યાન મારૂં વજન 138 કિલોગ્રામ થઇ ગયું હતું. હું ખાવાનો શોખિન છું.હું માનું છું કે ખોરાકને ફેંકી દેવો ન જોઇએ.આ મારૂં આદર્શ વાક્ય છે.સમય વિના ખાવાનું અને પેટ ભરીને જમતો હોવાથી મારૂં વજન વધી રહ્યું હતું.વજન ઉતારવા માટે મેં વોકિંગ શરૂ કર્યું હતું જેના કારણે વજનમાં ઘટાડો થયો છે.એ ઉપરાંત પ્રોપર ડાયટનું પણ પાલન કર્યું છે.મારૂં વજન ઉતરતાં મારૂં બ્લડપ્રેશર નોર્મલ છે અને મારી રેસ્ટિંગ પલ્સ રેટ 40 બીપીએમ છે.

ગુજરાતના પોલીસ વિભાગના એક ઉચ્ચ અધિકારીએ કહ્યું હતું કે ગુજરાતમાં જે પોલીસ અધિકારી કે કર્મચારીઓ ઓવરવેઇટ છે અને જેમનું વજન વધારે છે તેઓએ મધ્યપ્રદેશના આ પોલીસ ઓફિસર જેવું કઠીન કાર્ય કરવું જોઇએ.રાજ્યમાં પોલીસ એકેડેમી છે ત્યારે તેનો લાભ લઇને પોલીસ વિભાગના અધિકારીઓ તેમજ કર્મચારીઓએ ફીટ રહેવું હિતાવહ છે કે જેથી તેઓ બમણાં જુસ્સાથી કામ કરી શકે.

ભાજપમાં જ અંદરોઅંદર ડખ્ખા : MLA જગદીશ પટેલે મેટ્રો પ્રોજેક્ટ માં વિલંબ કરનાર CM રૂપાણી ને કહ્યું પ્રોજેક્ટ પૂરો કરવા બદલ શુભકામના!
ગુજરાત કોંગ્રેસમાં મોટાપાયે ફેરફાર થવાની શક્યતા, પ્રદેશ પ્રમુખ બાદ પ્રભારી બદલાશે
તબ્લીગ જમાતના ‘ઈજતેમા’માં ભાગ લેવા ૧૫ દેશોમાંથી ૨૦૦ વિદેશી મૌલવી હાજર હતા
લગ્નના ૧૪ વર્ષ પછી મેનેજર પતિને અન્ય યુવતી સાથે પ્રેમ થતા પત્નીનેે ત્રાસ
પડોશી દેશોમાં વસતા શીખોના હિતમાં સીએએ કાયદો લાવવામાં આવ્યો: મોદી
Share This Article
Facebook Email Print
Previous Article Whatsapp યુઝર્સનો ડેટા એકત્ર કરી પ્રાઈવસી પોલિસીનો ભંગ કરી રહી છે, તેને અટકાવવી જોઈએ : કેન્દ્ર સરકાર
Next Article Google એ વાટ્યો ભાંગરો, આ ભાષાને ભારતની સૌથી ‘ભદ્દી’ ભાષા ગણાવતા લોકો કાળઝાળ, માફી માંગવી પડી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up