પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસના બાંગ્લાદેશ પ્રવાસ માટે પહોંચી ગયા છે.તેઓ શુક્રવારે લગભગ સવારે 7.30 વાગ્યે નિકળ્યા હતા.પ્રધાનમંત્રી મોદીનું સ્પેશ્યિલ વિમાન ઢાકાના હજરત શાહ જલાલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સવારે 10.15 વાગ્યે પહોંચ્યું.બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યું. PM મોદીને એરપોર્ટ પર જ રાષ્ટ્રીય ગીત વગાડીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું.અહીં પ્રધાનમંત્રી મોદી પાડોશી દેશના 50માં સ્વતંત્રતા દિવસ પર થનારા સ્વર્ણ જયંતી કાર્યક્રમમાં સામેલ થશે.
બાંગ્લાદેશ જતા પહેલા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે, મને ખુશી છે કે કોરોના મહામારીની શરૂઆત પછી કોઇ એવા પાડોશી મિત્ર દેશની આ મારી પહેલી વિદેશ યાત્રા છે જેની સાથે ભારતનો સાંસ્કૃતિક,ભાષાકીય અને બંને દેશના લોકો વચ્ચે પરપસ્પ ઊંડો સંબંધ છે.જણાવી દઇએ કે, પોતાના બે દિવસીય બાંગ્લાદેશની મુલાકાતની સાથે પ્રધાનમંત્રી મોદી તેમની સાથે કોરોના વેક્સીનના 12 લાખ ડોઝ ભેટના રૂપે પાડોશી દેશ લઇને પહોંચ્યા છે.કોરોના મહામારી પછી પ્રધાનમંત્રી મોદીની આ પહેલી વિદેશ યાત્રા છે.એટલું જ નહીં 27 માર્ચના રોજ પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની પહેલા ચરણની વોટિંગ થશે,તે સમયે પ્રધાનમંત્રી મોદી બાંગ્લાદેશના મતુઆ સમાજના મંદિરમાં દર્શન કરશે.
પ્રધાનમંત્રી મોદીએ બાંગ્લાદેશના પહેલા રાષ્ટ્રપતિ અને બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાના પિતા શેખ મુજીબુર્રહમાનને શ્રદ્ધાંજલિ આપતા લખ્યું કે જો 1975માં બંગબંધુની હત્યા કરવામાં ન આવી હોત તો કઇ રીતે ભારતીય ઉપમહાદ્વીપોનો વિકાસ થયો હોત. 1975માં શેખ મુજીબુર્રહમાનની સહપરિવાર હત્યા કરી દેવામાં આવી હતી.તેમની દીકરીઓ શેખ રેહાના અને શેખ હસીના વિદેશમાં રહેવાના કારણે બચી ગઇ હતી.બે દિવસીય પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી મોદી શનિવારે દક્ષિણ-પશ્ચિમ સ્થિત સતખીરા અને ગોપાલગંજના જેશોરેશ્વરી અને ઓરકાંડી મંદિરોમાં દર્શન માટે જશે.
કોરોનાને કારણે 2020માં પ્રવાસ રદ્દ થયો હતો
ગયા વર્ષે કોરોના સંક્રમણની શરૂઆત પછી પ્રધાનમંત્રીની જે વિદેશ યાત્રા માર્ચ 2020માં રદ્દ કરવામાં આવી હતી તે બાંગ્લાદેશની જ હતી. પ્રધાનમંત્રી મોદીએ શેખ મુજબીર્રહમાનની જન્મશતી કાર્યક્રમમાં ભાગ લેવા માટે પહેલા 17 માર્ચ 2020ના રોજ બાંગ્લાદેશની યાત્રા કરવાની હતી.જોકે, કોરોના મહામારીની વચ્ચે પોતાની વિદેશ યાત્રાનો સિલસિલો શરૂ કરવા તેમણે પાડોશી દેશ બાંગ્લાદેશની જ
પસંદગી કરી.


