– મોદી સરકારમાં આઈએએસ અધિકારીઓની બદલી થઈ છે.વિવિધ પદો ઉપર તૈનાત ઉચ્ચ અધિકારીઓના વિભાગ અને જવાબદારી બદલવામાં આવ્યા હતા.બિહાર કેડરના આઈએએસ સી.શ્રીધરને પીએમઓના સંયુક્ત સચિવ બનાવાયા છે.
– સ.ગોપાલકૃષ્ણને પીએમઓમાં એડિશનલ સેક્રેટરી તરીકે જવાબદારી સોંપાઈ હતી
હેલ્થ વિભાગના સ્પેશિયલ સેક્રેટરી તરીકે કાર્યરત યુપી કેડરના અધિકારી અરૂણ સિંઘલની ફૂડ સેફ્ટીના ચીફ એક્ઝીક્યુટિવ ઓફિસર તરીકે બદલી કરાઈ હતી. તમિલનાડુ કેડરના આઈએએસ એસ.ગોપાલકૃષ્ણને પીએમઓમાં એડિશનલ સેક્રેટરી તરીકે જવાબદારી સોંપાઈ હતી.તે અત્યારે લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ઓફ એડમિનિસ્ટ્રેશનમાં ડેપ્યુટી ડિરેક્ટર તરીકે કાર્યરત હતા.સુનીલ કુમારને વિજ્ઞાન અને ટેકનોલોજીમાં જોઈન્ટ સેક્રેટરીની જવાબદારી મળી.
કેબિનેટ સચિવાલયમાં ડિરેક્ટર તરીકે કાર્યરત મીરા મોહન્તીને પીએમઓમાં એ જ હોદ્દો આપવામાં આવ્યો છે.રાજેન્દ્ર કુમારને સ્ટેટ ઈન્સ્યોરન્સ કોર્પોરેશનના ડિરેક્ટર જનરલમાંથી આઈટી મંત્રાલયમાં એડિશ્નલ સેક્રેટરી બનાવાયા છે.કેન્દ્ર સરકારે વિવિધ ૧૬ જોઈન્ટ સેક્રેટરીના મંત્રાલયની ફેરબદલ કરી છે.મનિષ તિવારીને ગૃહ મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી,સુનીલ કુમારને વિજ્ઞાન અને ટેકનોલોજીમાં જોઈન્ટ સેક્રેટરીની જવાબદારી મળી છે.