નવી દિલ્હી તા.16 : દેશમાં કોરોના વાયરસના વધતા કેસોના કારણે ફરી લોકડાઉન અમલી બનાવાશે તેવી સતત અટકળો-અફવા ફેલાઈ રહી છે.આ સંદર્ભમાં સરકારે સ્પષ્ટતા કરી છે કે 18 જૂનથી 4 સપ્તાહ માટે દિલ્હી-એનસીઆરમાં લોકડાઉન લાગુ થઈ રહ્યાના સોશ્યલ મીડીયામાં મેસેજીસ વાયરલ થઈ રહ્યા હતા. લોકડાઉન લાગુ થાય તે પહેલા લોકોને જરૂરી તમામ કામ પતાવી લેવા સલાહ આપવામાં આવી હતી. પરંતુ ભારત સરકારના પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરોએ આ અહેવાલને ફેક ગણાવ્યા છે.
ઉલ્લેખનીય છે કે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે અને ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પણ સોઈ ઝાટકી સ્પષ્ટતા કરી છે કે ગુજરાતમાં પણ લોકડાઉન ફરી લાગુ કરવામાં નહીં આવે.
18 જૂનથી 1 મહિનો લોકડાઉન : સરકારે અફવા ફગાવી દીધી
Leave a Comment