– માત્ર 19 દિવસમાં જ તપાસ એસઆઇટી પાસેથી આંચકી લેવાઇ
– હવે તપાસ DGPએ સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપી
– મોટા બુકીઓના નામ ખૂલતા તપાસ એજન્સી બદલાઈ
માધવપુરામાંથી થોડા દિસો અગાઉ ઝડપાયેલ ઓનલાઇ સટ્ટાકાંડમાં અને ડબ્બા ટ્રેડિંગ મામલે 1800 કરોડ રૂપિયાની હેરાફેરીની તપાસ માટે SITની રચના કરવામાં આવી હતી.ત્યારબાદ વધુ ત્રણ પીઆઇનો સમાવેશ કરાયો હતો.આ કેસમાં જીણવટભરી તપાસ ચાલી રહી છે.તેમજ કેટલાક સેલિબ્રિટીઓને સીટની ટીમે નોટિસ પાઠવીને પૂછપરછ કરવાની કાર્યવાહી ચાલી રહી છે.
તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપતા અનેક તર્ક વિર્તક સર્જાયા
ત્યારે મોટા બુકીઓના નામ ખુલતા ડીજીપીએ સીટ પાસેથી માત્ર 19 દિવસમાં તપાસ આંચકી સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપતા અનેક તર્ક વિર્તક સર્જાઇ રહ્યા છે.આ કેસમાં સિંગાપુર,દુબઇ,હોંગકોંગ સહિત અન્ય દેશના કનેકશન સામે આવ્યુ હતુ.માધવપુરા 1800 કરોડના સટ્ટા કૌભાંડ અંગે એસાઇટીની ટીમ દ્વારા તપાસ કરતા અનેક ખુલાસાઓ સામે આવ્યા હતા.જેમાં મોટા બુકીઓ તેંમજ સેલિબ્રિટીઓના પણ નિવેદન નોધવાની કાર્યવાહી એસઆઇટીની ટીમ કરી રહી હતી.
સટ્ટાકાંડના છેડા વધુ ઉંડા હોવાથી એસઆઇટીની ટીમમાં વધુ ત્રણ પીઆઇનો સમાવેશ કરવામાં આવ્યો
ડીજીપીએ એકાએક એસઆઇટી પાસેથી તપાસ છીનવી સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપતા પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બન્યો છે.ત્યારે આ કેસમાં પોલીસ વડા વિકાસ સહાયે તેમના દ્વારા લખેલા પત્રમાં જણાવ્યુ છે કે તપાસ રાજ્ય વ્યાપી અને દેશના અલગ-અલગ જગ્યાએ કરવાની હોવાથી બરોબર ઇન્વેસ્ટીગેશન થાય તે માટે તપાસ સ્ટેટ મોનિટરીંગ સેલને સોપાવમાં આવે છે.ત્યારે અગાઉ એસઆઇટીની ટીમમાં આર્થિક ગુના નિવારણ શાખાના ડીસીપી ભારતીબેન પંડયા,પીસીબી પીઆઇ તરલ ભટ્ટ અને માધવપુરા પીઆઇ આઇ.એન.ગાસૂરાનો સમાવેશ કર્યો હતો.પરંતુ સટ્ટાકાંડના છેડા વધુ ઉંડા હોવાથી એસઆઇટીની ટીમમાં વધુ ત્રણ પીઆઇનો સમાવેશ કરવામાં આવ્યો હતો.