– લોનનની અરજી મંજૂક કરવા માગ્યા હતા પૈસા
– એન્ટી કરપ્શન બ્યુરોના અધિકારીઓ દ્વારા ટ્રેપ ગોઠવી લાંચિયા અધિકારીની કરાઇ ધરપકડ
લોકોના પૈસે દિવાળી કરવાનું સ્વપ્ન જોતો ભાવનગર જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો મદદનીશ સહકારી અધિકારી વર્ગ – 3 પાલજીભાઈ ધુડાભાઈ મારુને લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરોના ટ્રેપમાં ઝડપાયો છે.એસીબીની ગમે તેટલી કાર્યવાહી થાય પરંતુ લાંચિયાઓના મનસુબા હજી પણ બુલંદ છે.લાંચિયાઓમાં ધાક જમાવવામાં એન્ટી કરપ્શન બ્યુરોની કામગીરી અસરકારક નહિ હોવાનું આ કિસ્સા પરથી ફલીત થાય છે.સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, ફરિયાદીએ પ્રધાનમંત્રી પીએમઇજીપી યોજના અંતર્ગત રૂ. 10 લાખની લોન માટેની અરજી કરી હતી.લોનની અરજી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, ભાવનગર ખાતે પેન્ડિંગ હતી.જે સંદર્ભે તપાસ કરતા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના કર્મી દ્વારા લાંચ માંગવામાં આવી હતી.ફરિયાદી લાંચ આપવા માંગતો ન હોવાના કારણે તેણે એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કર્યો હતો.જે બાદ એન્ટી કરપ્શન બ્યુરોના અધિકારીઓ દ્વારા ટ્રેપ ગોઠવવામાં આવી હતી.
લાંચિયા પાલજીભાઈ ધુડાભાઈ મારુ, મદદનીશ સહકારી અધિકારી, (વર્ગ-૩ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ભાવનગર)ને તેમના જ કાર્ય સ્થળ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ભવન,બી.પી.ટી.આઈ. કોલેજ સામે,વિદ્યાનગર,ભાવનગરમાં લાંચ લેતા રંગેહાથ એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે ઝડપી પાડ્યા હતા.બોટાદ એન્ટી કરપ્શન બ્યુરો, બોટાદની ટીમ દ્વારા લાંચિયાની અટકાયત કરીને તેની સામે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
19 હજારની લાંચ લેતાં રંગેહાથે ઝડપાયા
જે બાદ એસીબી દ્વારા ડીકોયરના લોન મંજૂરીના કામ માટે પંચો સાથે મળી લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું.જેમાં પાલજીભાઈ મારુ દ્વારા લોનની અરજી મંજૂર કરવા માટે ડીકોયર સાથે વાતચીત કરીને 19 હજાર રૂપિયાની લાંચ સ્વીકારવામાં આવી હતી.જે સમયે એસીબીએ સ્થળ ઉપર જ પાલજીભાઈને 19 હજારની લાંચ લેતાં ઝડપી પાડ્યા હતા.
લાંચિયા અધિકારીની અટકાયત કરવામાં આવી
ભાવનગરના વિદ્યાનગરમાં BPTI કોલેજ સામે આવેલાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ભવનમાં પાલજીભાઈ ધુડાભાએઈ મારુ મદદનીશ સહકારી અધિકારી (વર્ગ-3) તરીકે ફરજ બજાવતા હતા.એસીબી દ્વારા પાલજીભાઈની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.