By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: 1993 મુંબઈ બ્લાસ્ટના દાઉદ ગેંગના 4 વોન્ટેડ આરોપીઓની ગુજરાત ATSએ ધરપકડ કરી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > 1993 મુંબઈ બ્લાસ્ટના દાઉદ ગેંગના 4 વોન્ટેડ આરોપીઓની ગુજરાત ATSએ ધરપકડ કરી
AhmedabadGeneral

1993 મુંબઈ બ્લાસ્ટના દાઉદ ગેંગના 4 વોન્ટેડ આરોપીઓની ગુજરાત ATSએ ધરપકડ કરી

HM News
Last updated: 17/05/2022 9:23 AM
HM News
3 years ago
Share
SHARE

અમદાવાદ: તા.17 મે 2022,મંગળવાર

1993 મુંબઇ બ્લાસ્ટ કેસમાં સંડોવાયેલા અને તપાસ એજન્સીથી દુર દાઉદ ગેંગના 4 આરોપીઓની ગુજરાત એટીએસ દ્વારા અમદાવાદથી ધરપકડ કરી લેવામાં આવી છે.આ કાર્યવાહીને ગુજરાત એટીએસની સૌથી મોટી કાર્યવાહી ગણવામાં આવી રહી છે.

ગુજરાત એટીએસને મલી મોટી સફળતા

દેશની અનેક અગ્રણી તપાસ એજન્સીઓ 1993 મુંબઇ બ્લાસ્ટ કેસમાં સંડોવાયેલા વોન્ટેડ 4 આરોપીઓનો શોધી રહી હતી.પરંતૂ કંઇ હાથ લાગ્યું ન હતું.સુત્રોના જણાવ્યા અનુસાર, અગાઉ આ આરોપીઓની ફેબ્રુઆરીમાં દુબઇમાં ડીટેઇન કરવામાં આવ્યા હતા.પરંતુ ટેકનીકલ કારણોસર તેઓનો કબ્જો મેળવવો શક્ય બન્યો ન હતો.

અમદાવાદના સરદાર નગરમાં રહેતા હોવાની માહિતી સામે આવી હતી.તમામે પોતાના નામ,સરનામા અને ઓળખ છુપાવી હતી.પાસપોર્ટ પણ બનાવટી હતો.એજન્સીઓને ગેરમાર્ગે દોરવા માટે આ કૃત્ય કરવામાં આવ્યું હતું.પરંતૂ એજન્સીઓ ખરાઇ કરીને તેમને શોધી કાઢ્યા હતા.આજે ગુજરાત એટીએસએ અબુ બકર,યુસુફ ભટકા,સોએબ બાબા અને સૈયદ કુરેશીની અમદાવાદથી ધરપકડ કરી છે.પકડાયેલા પૈકી તમામ દાઉદના અત્યંત નિકટના વર્તુળમાં હોવાનું માનવામાં આવી રહ્યું છે.

1993 મુંબઇ બ્લાસ્ટમાં સંડોવાયેલો અબુ બકર દાઉદ ઇબ્રાહિમનો ખાસ ગણાય છે.મુંબઇ બ્લાસ્ટ બાદ તેણે મીડલ ઇસ્ટ,સાઉદી,પાકિસ્તાન અને દુબઇમાં છુપાયેલો રહેતો હતો.આ દરમિયાન એજન્સીઓએ પણ તમામ આરોપીઓ પાછળ વોચ રાખવાનું ચાલુ રાખ્યું હતું.આખરે ગુજરાત ATS એતમામને અમદાવાદના સરદાર નગરથી પકડી પાડ્યા હોવાનું સામે આવ્યું છે.

અંબાજી મંદિરમાં જનારા ભક્તો ધ્યાન રાખે, આરતી અને દર્શનનો સમય બદલાયો
અદાણી ટ્રાન્સમિશનનો વાર્ષિક ચોખ્ખો નફો 26 ટકા વધીને 707 કરોડ
ભાજપના ધારાસભ્યના મોત બાદ રાષ્ટ્રીય મહામંત્રી વિજયવર્ગીય નો મમતા પર આરોપ
2 લાખની લાંચ લેવા 1750 કિમી દૂર પહોંચ્યો દિલ્હી પોલીસનો કોન્સ્ટેબલ, CBIએ કરી ધરપકડ
સુરત કાપડબજારમાં અર્જુનસિંહ નીકળ્યો મુસ્લિમ ઔઝર આલમ ! હિંદુ નામ ધારણ કરવા પાછળ શું હતી યોજના?
Share This Article
Facebook Email Print
Previous Article પુત્ર કાર્તિ સાથે જોડાયેલા કેસમાં CBIના પૂર્વ નાણામંત્રી ચિદમ્બરમના રહેઠાણ પર દરોડા
Next Article અસદુદ્દીન ઓવૈસીએ વહેચ્યું જ્ઞાન !! જ્ઞાનવાપી મસ્જિદમાં શિવલિંગ નહીં, ફુવારો હતો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up