બારડોલી : ગત 13 એપ્રિલના રોજ એકાએક કડોદરા થી ગુમ થયેલા પિતરાઈભાઈને યુવાન મિત્રો સાથે મળી શોધી રહ્યો હતો ત્યારે ગુમ પિતરાઈ ભાઈના મોબાઈલ નંબર પરથી ફોન કરી એક અજાણ્યા ઇસમે 10 હજારની માંગણી કરી હતી જે સંદર્ભે ગુમ થનારના ભાઈએ પોલીસ ફરિયાદ કરતા પોલીસ આરોપીને ઝડપી લીધો હતો.મળતી માહિતી અનુસાર સુરત જિલ્લાના કડોદરા ખાતે કૃષ્ણા નગરમાં ખોડાકાકાની રૂમમાં રહેતા રામબાબુ મુખદેવ મોર્યા (ઉ.વ.25 મૂળ રહે.જી.સનભદ્ર યુ.પી) નો પિતરાઈ ભાઈ રવિ રામઆશ્રય મોર્યા (ઉ.વ.23 મૂળ રહે.જી.સનભદ્ર યુ.પી) ગત 13 એપ્રિલમાં રોજ એકાએક ગુમ જતા રામબાબુએ કડોદરા પોલીસ મથકના ગુમ જાણવા નોંધાવી હતી જે બાદ બુધવારે રામબાબુ તેના મિત્રો સાથે ગુમ પિતરાઈ ભાઈને શોધી રહ્યો હતો ત્યારે તેના મોબાઈલ નંબર પર ગુમ ભાઈના નંબરથી ફોન આવ્યો અને સામેથી બોલતા ઇસમે પોતાનું નામ મહમદ ઇઝરાયલ જણાવ્યું હતું અને હાલ તે મોડાસા ખાતે છે અને તમારો ભાઈ મારી સાથે છે જો તે જોઈતો હોઈ તો એક નંબર પર 10 હજાર ગૂગલ પે કરવાનુ કહ્યું જેથી રામબાબુ એ તેને કડોદરા આવવા કહ્યું અને તે કડોદરા જેથી કડોદરા ગયેલા રામબાબુએ વારંવાર ટ્રક ડ્રાઇવરને ફોન કરતા તેણે ઉપાડ્યો પણ ન હતો અને કડોદરા આવ્યો પણ ન હતો જેથી રામબાબુએ કડોદરા પોલીસને જાણ કરતા પોલીસે મોબાઈલ નંબર સર્વેલસ પર નાખી વધુ તપાસ હાથધરતા ગુરુવારે બપોરમાં સમયે આરોપીને મુંબઈ તરફથી અમદાવાદ તરફ જતા ને હા.48 પર CNG કટ નજીકથી ઝડપી પાડ્યો હતો હાલ પોલીસે MH 48 BM 1000 ના ચાલક મહમદ ઇઝરાયલ મહમદ આયુબ પઠાણ (ઉ.વ.30) ની અટકાયત કરી વધુ પૂછપરછ હાથધરી હોવાનું જાણવા મળ્યું હતું