” સમયની બલિહારી ” : બ્રિટનનું શાસન ભારતીય મૂળના ફાઇનાન્સ મિનિસ્ટર ઋષિ સુનક અને હોમ સેક્રેટરી સુશ્રી પ્રીતિ પટેલના હાથમાં
લંડન : સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસે ઇતિહાસનું ચક્ર પણ ઊંધું ફેરવી નાખ્યું છે.જે મુજબ 200 વર્ષ સુધી ભારતમાં રાજ કરનાર બ્રિટનનું શાસન હવે ભારતીયોના હાથમાં આવ્યું છે.તેના કારણમાં જાણવા મળ્યા મુજબ બ્રિટનના પ્રાઈમ મિનિસ્ટર બોરિસ જોન્સન કોરોના વાઇરસના સકંજામાં આવી ગયા છે.તથા મહારાણી એલિઝાબેથ અકિલા પણ સાવચેતીના હેતુસર બંનેએ પોતાની જાતને સેલ્ફ ક્વોરેન્ટાઇન કરી નાખી છે.પરિણામે તેમના વિશ્વાસુ ગણાતા અને મિનિસ્ટ્રીમાં મહત્વનો હોદ્દો ધરાવતા ભારતીય મૂળના ફાઇનાન્સ મિનિસ્ટર સુનક તથા હોમ સેક્રેટરી સુશ્રી પ્રીતિ પટેલને જવાબદારી સોંપતા તેઓ શાસનની ધુરા સાંભળી રહ્યા હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.