By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: 2000ના દરની નકલી નોટો સાથે પકડાયેલા આરોપીની જામીનઅરજી કોર્ટે ફગાવી દીધી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > 2000ના દરની નકલી નોટો સાથે પકડાયેલા આરોપીની જામીનઅરજી કોર્ટે ફગાવી દીધી
AhmedabadGeneral

2000ના દરની નકલી નોટો સાથે પકડાયેલા આરોપીની જામીનઅરજી કોર્ટે ફગાવી દીધી

HM News
Last updated: 27/06/2022 6:45 AM
HM News
3 years ago
Share
SHARE

અમદાવાદ : શહેરના સોલામાંથી બે હજારના દરની હાઇક્વોલિટી નકલી 56 નોટ સાથે પકડાયેલા દિલીપ કેશવાલાની જામીન અરજી એડિશનલ સેશન્સ જજ ડી.ડી.ઠક્કરે ફગાવી દીધી છે.કોર્ટે નોંધ્યુ છે કે, આરોપી સામે ગંભીર પ્રકારનો ગુનો છે,હાલમાં તપાસ ચાલુ છે.ત્યારે હાલના તબક્કે આરોપીને જામીન પર મુક્ત કરવો હિતાવત નથી.તેથી આરોપીના જામીન રદ કરવા ન્યાયોચિત જણાય છે.

ઘાટલોડિયામાં રહેતા 20 વર્ષીય દિલીપ કેશવાલાને બે હજારના દરની 56 ચલણી નોટ સાથે ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરીને જેલમાં મોકલી આપ્યો હતો.દરમ્યાનમાં આરોપી દિલીપ કેશવાલાએ જામીન મેળવવા માટે અરજી કરી એવી રજૂઆત કરી હતી કે,હું નિર્દોષ છું,ખોટી રીતે સંડોવી દેવામાં આવ્યા છે,કોર્ટ પાસે જામીન આપવાની સત્તા છે અને કોર્ટ જામીન આપે તો તમામ શરતોનું પાલન કરવા તૈયાર છું તેથી જામીન પર મુક્ત કરવો જોઇએ.

અરજીનો વિરોધ કરતા સરકારી વકીલે કોર્ટને જણાવ્યું હતુ કે,આરોપી દિલીપ કેશવાલા મૂળ પોરબંદરનો અને ઘાટલોડિયામાં પીજીમાં રહીને કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતો હતો.છ મહિના અગાઉ પૈસાની જરૂરિયાત ઊભી થતાં દિલીપે ક્વીકર નામની એપ્લિકેશનમાં નોકરી માટે બાયોડેટા અપલોડ કર્યો હતો.આરોપી કુરિયર તેમજ ઓનલાઇન પોર્ટલ નામની એપ્લિકેશન મારફતે દિલીપને બે હજારની નકલી ચલણી નોટ મોકલતો હતો.

દિલીપ લાલચમાં આવીને તેણે આરોપીના કહ્યા પ્રમાણે હાઇક્વોલિટીની રૂ.બે હજારની ડુપ્લિકેટ ૪૨ ચલણી નોટથી ગુરુકુલ રોડ પર આવેલા પૂજારા ટેલિકોમમાંથી એપલ-૧૩ મોબાઇલ ખરીદ્યો હતો.જે ચલણી નોટ ટેલિકોમના માલિકે બેંકમાં જમા કરાવી હતી.પરંતુ મશીનમાં નોટ નકલી હોવાનું સામે આવતા બેંકે તાત્કાલિક દર્શન પટેલને જાણ કરીને તમામ નકલી નોટ જપ્ત કરી હતી.હાલમાં તપાસ ચાલુ છે ત્યારે આરોપીને જામીન પર મુકત કરવો જોઈએ નહીં.ત્યારબાદ કોર્ટે આરોપીની જામીન અરજી ફગાવી દીધી છે.

6 થી 12 વર્ષના બાળકોને કોવેક્સિન અપાશે, DCGI એ આપી મંજૂરી
‘પ્રશાંત કિશોરના હેવાયા ન બનો, નરેન્દ્ર મોદી છે પાક્કા આંબેડકરવાદી’, 2024માં ફરીથી મોદી PM- આઠવલે
BIG NEWS : જ્ઞાનવાપી મસ્જિદ મામલે કોર્ટનો મોટો ચુકાદો, કમિશનર અજય મિશ્રાને હટાવ્યાં, આ કારણે કરાઈ કાર્યવાહી
સુરત : દૂધ વિતરણને લઈને માલધારીઓનો વિરોધ, 300 લીટર દૂધ તાપી નદીમાં વહાવ્યું : જુઓ વિડિઓ
દ. ગુજરાતમાં પ્રી મોનસૂન એક્ટિવિટી શરૂ
Share This Article
Facebook Email Print
Previous Article શહેરના પશ્ચિમ વિસ્તારમાં કલાકમાં તોફાની બે ઇંચ જેટલો વરસાદ
Next Article ઓઢવ આંગડિયા પેઢી લૂંટમાં રાજસ્થાનથી 4 લૂંટારા ઝબ્બે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up