– આ મામલે ભીખાભાઈ જોશીએ કહ્યું કે,લોકચુકાદો તેને શિરોમાન્ય ગણું છુ. તેનું સન્માન કરું છું. હું ઉપલી કોર્ટમાં જઈશ
– 2008 ના કેસમાં મેદરડા કોર્ટે 1 વર્ષની સજા અને પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો
જુનાગઢ : વર્ષ 2008માં મેંદરડામાં થયેલી મારામારીના કેસમાં મેંદરડા કોર્ટે કોંગ્રેસના ધારાસભ્ય દોષિત જાહેર કર્યાં છે.જુનાગઢના કોંગ્રેસના ધારાસભ્ય ભીખા જોશીને મેંદરડા કોર્ટે દોષી ઠેરવ્યા છે. 2008 ના કેસમાં કોર્ટે 1 વર્ષની સજા અને પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.ભીખા જોશીએ ઉપલી કોર્ટમાં જવા જામીન અરજી કરી છે.ભીષાભાઈ જોશી ઉપલી કોર્ટમાં આ ચુકાદાને પડકારશે.
વર્ષ 2008માં પંચાયતના સમયે મારામારી થઈ હતી.ત્યારે ભીખાભાઈ વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી.મેંદરડા કોર્ટે 1 વર્ષની સજા અને 5000 નો દંડ ફટાકાર્યો છે.તો આ મામલે ભીખાભાઈ જોશીએ કહ્યું કે,લોકચુકાદો તેને શિરોમાન્ય ગણું છુ.તેનું સન્માન કરું છું. હું ઉપલી કોર્ટમાં જઈશ. 2008માં અમારા ગામમાં એક જ મુસ્લિમ કાકા હતા.હું ગામમાં ઘરે આવ્યો ત્યારે મારી માતાએ વૃદ્ધ કાકા તમને યાદ કરે છે તેવું કહ્યું.તો હું તેમને મળવા ગયો હતો.તેના બાદ તેમનુ નિધન થયું હતું.તેમના દીકરાને મેં સરપંચ બનવા મદદ કરી હતી.તેના બાદ તે હોદ્દાના રુએ ગામને લૂંટવા લાગ્યા.મારી રાજકીય કારકિર્દીને નુકસાન પહોંચાડીને મારી સામે કેસ કરાયો હતો. હું ઉપલી કોર્ટમાં આ ચુકાદાને પડકારીશ.
ઉલ્લેખનીય છે કે, ધારાસભ્યો અને સાંસદો સામેના કેસનો નિકાલ ઝડપી થાય તેવી ગાઈડલાઈનના અનુસંધાને હાલ રાજકારણીઓના કેસોને હાથમાં લેવાયા છે.તેથી ભીખાભાઈનો કેસ પણ આ અંતર્ગત વહેલો લેવાયો હતો.તો બીજી તરફ,તાજેતરમાં જૂનાગઢ ખાતે મુખ્યમંત્રી વિજય રુપાણીના વિકાસ કાર્યોના કાર્યક્રમમાં કોંગ્રેસના ધારાસભ્ય ભીખા જોશી જોવા મળ્યાં હતા.જેને લઇને અટકળો તેજ થઈ હતી કે તેઓ ભાજપમાં જોડાય છે.આ અગાઉ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા સરકારી કાર્યક્રમમાં દેખાયા હતા.જો કે ત્યાર બાદ થોડા સમયમાં પ્રદ્યુમનસિંહ જાડેજા ભાજપમાં જોડાઇ ગયા હતા.ત્યારે ભીખાભાઈ જોશીના પક્ષપલટાની અફવા પણ ઉડી હતી.