- કોંગ્રેસની વર્તમાન તૈયારીને જોતાં એવો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે
નવી દિલ્હી,તા.12 જાન્યુઆરી,બુધવાર : દેશમાં સૂચના ક્રાંતિ બાદ હવે ડિજિટલ-સોશિયલ મીડિયા ખૂબ મોટી તાકાત બનીને ઉભર્યું છે. તેવામાં કારોબાર હોય કે પ્રચાર, આ માધ્યમ પરની નિર્ભરતા વધી ગઈ છે. આ કારણે કોંગ્રેસે 2024ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેના પર મોટા પાયે અભિયાન છેડવાની યોજના બનાવી છે. પાર્ટી વ્હોટ્સએપ ગ્રુપ્સના એક વેબની યોજના પર કામ કરી રહી છે.
‘રાહુલ કનેક્ટ’ની થીમ સાથે એપ લોન્ચ કરવા ઉપરાંત કોંગ્રેસ રાષ્ટ્રીય સ્તરે રાજ્યોમાં એક ઓનલાઈન કેડર સંપર્ક માટે એક એપ અંગે પણ વિચારણા કરી રહી છે.હકીકતે કોંગ્રેસ આગામી સામાન્ય ચૂંટણી માટે પોતાનું સોશિયલ મીડિયા તંત્ર અને ઓનલાઈન પ્લેટફોર્મ મજબૂત કરવા જઈ રહી છે.કોરોના મહામારી વચ્ચે અને વારંવાર આવી રહેલી કોરોનાની લહેરોને ધ્યાનમાં રાખીને પાર્ટી આ દિશામાં નવેસરથી સક્રિય થઈ રહી છે.વર્તમાન 5 રાજ્યોની ચૂંટણીમાં પણ ડિજિટલ પ્રચાર પર જ ફોકસ થઈ રહ્યું છે.
કોંગ્રેસના સૂત્રોના કહેવા પ્રમાણે ટૂંક સમયમાં જ ‘આરજી કનેક્ટ 2024’ વ્હોટ્સએપ ગ્રુપ શરૂ કરવામાં આવશે અને કોંગ્રેસના સદસ્યોને તેના પર પ્રચાર સામગ્રી અને રાજકીય સંદેશા પ્રસારિત કરવા માટે કહેવામાં આવશે.તે સિવાય કોંગ્રેસી કાર્યકરો આ સામગ્રી પોતપોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા વિભિન્ન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પ્રસારિત કરશે.
કોંગ્રેસની યોજના શરૂઆતમાં રાજ્યોમાં અનેક મોટા ગ્રુપ બનાવવાની છે.ત્યાર બાદ તેને ઝોનલ સ્તર કે વિધાનસભા ક્ષેત્ર સ્તરે શરૂ કરવામાં આવશે.કેટલાક રાજ્યોમાં તેને બૂથ સ્તર સુધી પણ લાવવામાં આવી શકે છે.સક્રિય સદસ્યોને આ વ્હોટ્સએપ ગ્રુપ્સનો હિસ્સો બનાવવામાં આવશે જે પરિયોજના માટે તૈયાર કરવામાં આવેલી રણનીતિના માધ્યમથી પાર્ટીના સદસ્યો અને સામાન્ય મતદારો સાથે નેટવર્ક કરશે.
વર્ષના અંત સુધી નેતૃત્વ સંભાળશે રાહુલ? કોંગ્રેસની વર્તમાન તૈયારીને જોતાં એવો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે,કોંગ્રેસ ‘રાહુલ કનેક્ટ’ થીમને પ્રોત્સાહન આપ્યા બાદ રાહુલ ગાંધીને આ વર્ષના અંત સુધી પાર્ટીના નેતૃત્વની કમાન સોંપી શકે છે.ત્યારે જ પાર્ટીની સંગઠનાત્મક ચૂંટણી પણ યોજાવાની છે.

