અમેરિકામાં સંસદની બહાર થયેલી હિંસાને લીધે દુનિયાભરમાં ચચર્િ ચાલી રહી છે. જો કે અમેરિકી સંસદ પાસે જે સત્તા માટે હિંસાનું નગ્ન પ્રદર્શન થયું છે તે પહેલાં ક્યારેય થયું નથી પરંતુ 220 વર્ષના ઇતિહાસમાં આ ઈમારત પર ગોળીબાર થયા છે અને બોમ્બ ફેંકવામાં આવ્યા છે.પરંતુ આટલા જંગી પ્રમાણમાં સંસદની બહાર સત્તા માટે હિંસા પ્રથમવાર જોવા મળી છે. સમગ્ર પરિસર ને બંધ કરી દેવાની ફરજ પડી હતી અને શરમજનક દ્રશ્યો આખી દુનિયાએ જોયા છે. 220 વર્ષોમાં એવું પહેલી વાર જોવા મળ્યું છે કે હિંસક ટોળાઓ એ અમેરિકી સંસદની ઇમારતને નુકસાન કરવાનો પ્રયાસ કર્યો.આ પહેલા અમેરિકી સંસદ બહાર કેટલે આવી અપ્રિય ઘટનાઓ બની હતી અને ખતરનાક હુમલા પણ થયા હતા પરંતુ લોકતંત્ર દરમિયાન હિંસા સંસદની બહાર પ્રથમવાર થઇ છે.
1812 મા યુદ્ધમાં બ્રિટિશ સેનાએ અમેરિકી સંસદની ઇમારતને સળગાવી નાખવાનો પ્રયાસ કર્યો હતો. આક્રમણખોરોએ સૌપ્રથમ તેને લૂંટી લીધી હતી ત્યારબાદ કેટલાક ભાગોમાં આગ લગાડી દીધી હતી અને સંસદની લાયબ્રેરીને અસ્તવ્યસ્ત કરી નાખી હતી.
આ પહેલા 1950માં પણ સંસદની ગેલેરીમાં ગોળીબારની ઘટના બની હતી જેમાં 5 સાંસદો ઘાયલ થયા હતા. 1915માં એક જર્મન નાગરિક એ અમેરિકી સંસદ ના સ્વાગત કક્ષમાં ડાયનામાઈટ ગોઠવી દીધા હતા અને અડધી રાત્રે ધડાકા થયા હતા પરંતુ સદ્દનસીબે ત્યારે કોઈ આસપાસ હતું નહીં.


