કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે કોરોના વાયરસના કારણે 24 કલાકમાં 40 લોકોના મોત થયા છે. જેથી દેશભરમાં કુલ 239 લોકોના મોત થયા છે. આ સાથે દેશમાં કોરોનાના કુલ કેસ 7 હજાર 447 થયા છે. અત્યાર સુધીમાં દેશમાં 1.70 લાખ લોકોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં 586 હોસ્પિટલ અને એક લાખથી વધારે આઈસોલેશન બેડ તૈયાર કરવામાં આવ્યા છે. તો વળી એઈમ્સ દ્વારા સ્વાસ્થ્ય કર્મચારીઓને તાલીમ આપવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગે વધુમાં જણાવ્યુ હતુ કે, લોકડાઉન લાગુ કરવામાં ન આવ્યુ હોત તો દેશમાં કોરોનાના દર્દીની સંખ્યા 8 લાખથી વધુ હોત.
મહારાષ્ટ્ર 30 સુધી લોકડાઉન
દેશમાં મહારાષ્ટ્રમાં સૌથી વધારે કોરોનાના કેસ નોંધાયા છે. જેથી મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ રાજ્યમાં 30મી એપ્રિલ સુધી લોકડાઉન લંબાવવાની જાહેરાત કરી છે. ઉદ્ધવ ઠાકરેએ પીએમ મોદીને મહારાષ્ટ્રમાં લોકડાઉનનો સમય વધારવા માગ કરી હતી. મહારાષ્ટ્રમાં કોરોનાના 1 હજાર 500થી વધારે પોઝિટીવ કેસ નોંધાયા. જ્યારે કે 110થી વધારે લોકોના મોત થયા. જેથી મહારાષ્ટ્રમાં કોરોના હવે માહામારી સાબિત થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં મહારાષ્ટ્રમાં લોકડાઉન વધારવાની માગ કરવામાં આવી હતી છે. મહારાષ્ટ્રમાં કેટલાક જિલ્લામા હોટસ્પોટ આવેલા છે. જેથી આ વિસ્તારને સીલ કરી દેવામા આવ્યો છે. સતત વધી રહેલા કેસના કારણે મહારાષ્ટ્રમાં સ્થિતિ વધારે વિકટ બની રહી છે.
આજે લોકડાઉનનો 18મો દિવસ
દેશભરમાં લોકડાઉનનો આજે 18 મો દિવસ છે. પરંતુ કોરોનાનો કેર વધતો જઈ રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 871 નવા કેસ નોંધાયા અને 22 લોકોના મોત થયા છે. ભારતમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 253 થયો છે.અને સાત હજાર 800 પોઝીટીવ કેસ છે. જ્યારે 792 લોકો સ્વસ્થ્ય થયા છે. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 210 નવા કેસ સાથે કુલ 1 હજાર 666થી વધુ પોઝીટીવ કેસ થયા અને મૃત્યુઆંક 110 થયો છે. જ્યારે તમિલનાડુમાં નવા 77 કેસ સાથે કુલ 911 પોઝીટીવ કેસ થયા. મધ્યપ્રદેશમાં કોરોનાથી મૃત્યુઆંક 36 સુધી પહોંચ્યો છે..
પીએમના કર્યા વખાણ
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને જણાવ્યુ કે, પીએમ મોદીએ લોકડાઉન વધારવાનો યોગ્ય નિર્ણય લીધો. કેજરીવાલે આ પ્રકારનું ટ્વિટ પીએમ મોદી સાથેની વીડિયો કોન્ફરન્સ બાદ કર્યુ. તેમણે પીએમ મોદીને દિલ્હીમાં 30મી એપ્રિલ સુધી લોકડાઉનની સમય મર્યાદા વધારવાની માગ કરી હતી. પીએમ મોદીએ દેશના તમામ રાજ્યના મુખ્ય પ્રધાન સાથે વીડિયો કોન્ફરન્સથી વાતચીત કરી.
દિલ્હીમાં કેટલાંક વિસ્તાર હોટસ્પોટ
જે દરમ્યાન દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે જણાવ્યુ હતુ કે, દિલ્હીમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. દિલ્હીમાં કોરોનાના એક હજારથી વધારે પોઝિટીવ કેસ નોંધાયા છે. જેમાથી 584 જેટલા જમાતીઓ છે. દિલ્હીમાં કેટલાક વિસ્તારને હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યો છે. તેમણે કહ્યુ કે, કોઈપણ સ્થિતિમાં ટ્રાન્સપોર્ટ સેવાને બંધ રાખવી જોઈએ આ ઉપરાંત રેલવે અને હવાઈ સેવાને પણ બંધ રાખવાની અપીલ કરી છે. જેથી આવી સ્થિતિમાં લોકડાઉનને ખોલવું યોગ્ય નથી. લોકડાઉન ખોલવાથી દિલ્હીમાં કોરોનાના કેસમાં વધારો થઈ શકે છે.