દેશભરમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધી 2113 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. જેમાંથી 50 લોકોના મોત થઈ ચૂક્યા છે
નવી દિલ્હી: કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા દેશભરમાં સતત વધી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે સાંજે 4 વાગ્યે પ્રેસ ફોન્ફ્રેન્સમાં જણાવ્યું કે, આવતીકાલથી લઈને અત્યાર સુધી કોવિડ-19થી 328 લોકો સંક્રમિત થયા છે અને 12 લોકોનાં મોત થયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું કે, કોરોનાથી સંક્રમિત 400 જેટલા લોકો એવા છે જેઓ તબલીગી જમાત કાર્યક્રમ સાથે સંબંધિત હોઈ શકે છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના અધિકારીએ જણાવ્યું કે દેશભરમાં તબલીગી જમાતના સભ્યો સહિત તેમના સંપર્કમાં આવેલા લગભગ 9000 લોકોને ક્વોરન્ટાઈનમાં મોકલવામાં આવ્યા છે.
તેઓએ જણાવ્યું કે, દિલ્હીમાં તબલીગી જમાતના લગભગ 2000 લોકોમાંથી 1804ને દેખરેખમાં રાખવામાં આવ્યા છે, જ્યારે 334ને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
દેશભરમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધી 2113 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. જેમાંથી 50 લોકોના મોત થઈ ચૂક્યા છે જ્યારે સારા સમાચાર એ પણ છે કે 174 દર્દીઓ સાજા પણ થઈ ગયા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 416 કેસ નોંધાયા છે.