Wednesday, April 23, 2025
🌤️ 29°C  Surat
Breaking News
TRENDING NEWS

263 કરોડનાં ટીડીએસ કૌભાંડમાં ટીવી સ્ટાર ક્રિતિ વર્મા સામેલ

Table of Content

– ભૂતપૂર્વ જીએસટી અધિકારી અને એક્ટ્રેસ ક્રિતિનો ચાર્જશીટમાં ઉલ્લેખ
– ક્રિતીના ભૂતપૂર્વ બોય ફ્રેન્ડની કંપનીના ખાતાંમાં ટીડીએસની રકમ જમા થઈ હોવાનો ઈડીનો આરોપ

મુંબઈ : ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ (ટીડીએસ) રિફન્ડમાં રૃ. ૨૬૩ કરોડની ગેરરીતિના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ દાખલ કરેલા આરોપાનામાં ૧૪ વ્યક્તિ અને કંપનીઓના નામનો સમાવેશ છે.આમાંથી એક જીએસટી ઈન્સ્પેક્ટરમાંથી ટીવી પર્સનાલિટી બનેલી ક્રિતિ વર્માનો પણ સમાવેશ થાય છે.ક્રિતિ બિગ બોસ અને એમટીવી રોડીઝ જેવા શોમાં ચમકી હતી.

કૌભાંડના કથિત માસ્ટરમાઈન્ડ ભૂતપૂર્વ ઈનકમ ટેક્સ ઈન્સ્પેક્ટર તાનાજી મંડલ અધિકારી સામે પણ આરોપ ઘડાયા છે.આરોપનામામાં ક્રિતિ વર્માના ભૂતપૂર્વ બોયફ્રેન્ડ ભુષણ પાટીલ,રાજેશ શેટ્ટી અને અન્યોનો સમાવેશ પણ થાય છે. ૨૦૦૭-૦૮ અને ૨૦૦૮-૦૯ માટે ગેરરીતિથી રિફન્ડ જારી કરવા પ્રકરણે નોધાયેલા એફઆઈઆરના પ્રતિસાદમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ ઈડીએ તપાસ હાથ ધરી હતી.

ટેક્સ અધિકારી તરીકેના કાર્યકાળમાં અધિકારીએ હાયર રેન્કિંગ ઓથોરિટીઝની લોગ ઈન વિગતો અને આરએસએ ટોકન મેળવીન ગેરકાયદે ઉપયોગ કર્યાનો આરોપ હતો. રૃ.૨૬૩ કરોડના ટીડીએસ રિફન્ડ જનરેટ કરવા અન્યો સાથે હાથ મેળવીને સિસ્ટમને ભ્રષ્ટ કરી હોવાનો અધિકારી પર આરોપ છે.આ રકમ વિવિધ બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરાઈ હતી જેમાં ભુષણ અનંત પાટીલ નામના અન્ય આરોપીની માલિકીની કંપની મેસર્સ એસબી એન્ટરપ્રાઈઝીસનો પણ સમાવેશ છે.ક્રિતિએ ગુરગ્રાામમાં મિલકત વેચીને રૃ. ૧.૦૨ કરોડ રળ્યા હોવાનું તપાસમાં જણાયું છે.રૃ.૧.૧૮ કરોડની રકમ તેના બેન્ક ખાતામાં મળી હતી જેને ફ્રીઝ કરવામાં આવી છે.

૨૦૧૯-૨૦માં આ કૌભાંડ બહાર આવ્યું હતું જેમાં અધિકારીએ ૧૨ બનાવટી ટીડીએસ રિફન્ડ તૈયાર કર્યા હતા.ગુનાની રકમમાંથી લક્ઝુરિયસ કાર,પનવેલ,મુંબઈમાં ફ્લેટ તથા લોનાવાલા,ખંડાલા,કર્જત,પુણે અને ઉડુપી વિસ્તારમાં પ્લોટની ખરીદી થઈ હોવાનું તપાસમાં બહાર આવ્યાનું ઈડીએ જણાવ્યું હતું.

HM News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

Recent News