24 જૂનના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીરના નેતાઓની સાથે વાતચીત કરી હતી.આ બેઠકમાં લગભગ-લગભગ એવી સહમતિ બની કે આર્ટિકલ 370 જેવા મુદ્દાઓને સાઇડમાં રાખીને સોનેરી ભવિષ્યની રૂપરેખા બનવી જોઇએ.ત્રણ દિવસ બાદ 27 જૂન આવતા-આવતા જમ્મુ-કાશ્મીરમાં ત્રણ મોટી ઘટનાઓ બની ગઈ છે.સૌથી પહેલા આતંકવાદીઓ નમાઝ પઢવા જઈ રહેલા પરવેઝ અહમદ ડારની હત્યા કરી દે છે, વાયુસેનાના એરબેઝ પર ડ્રોન હુમલો કરવામાં આવે છે અને પછી સ્પેશિયલ પોલીસ ઑફિસર (SPO) ફૈયાઝ અહમદ ડાર અને તેમની પત્નીને મારી નાંખવામાં આવે છે.આ ઘટનાઓ પાછળ પાકિસ્તાનનો હાથ હોવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
કાશ્મીરમાં શાંતિ પાકિસ્તાનથી સહન નહીં થાય
નિષ્ણાતો કહેતા રહ્યા છે કે, જમ્મુ-કાશ્મીરમાં શાંતિ સ્થાપવાના પ્રયત્નોને પાકિસ્તાન ક્યારેય સહન નહીં કરી શકે, આ કારણે આ દિશામાં ઊઠાવવામાં આવેલા પગલાંઓમાં રોડા નાંખવા માટે તેનાથી જે કંઈ પણ થતું હશે એ જરૂર કરશે અને કરી પણ રહ્યું છે.આ દાવો પાયાવિહોણો પણ નથી.પીએમ મોદી સાથે જમ્મુ-કાશ્મીરના 14 નેતાઓની મીટિંગ પર પાકિસ્તાનની પ્રતિક્રિયા જાણીને કોઈ પણ સરળતાથી અંદાજો લગાવી શકે છે કે તે કાશ્મીરી નેતાઓના બદલાયેલા વલણથી કેટલું ચિંતિત છે.
PM મોદી સાથેની બેઠક પર પાકિસ્તાનની પ્રતિક્રિયા
પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ આ બેઠકને નાટક અને પીઆર સ્ટંટ ગણાવી.કુરૈશીએ જમ્મુ-કાશ્મીર પર નવી દિલ્હીમાં થયેલી હાઈ લેવલ મીટિંગના એક દિવસ બાદ કહ્યું કે, ‘મારા વિચારથી આ એક નાટક હતું અને આ નાટક કેમ હતું? કેમકે આને વધુમાં વધુ જનસંપર્કની કવાયત કહેવામાં આવી શકે છે, પરંતુ પ્રાપ્ત ના થયું.’ પાકિસ્તાનને આનું પણ દુ:ખ થઈ રહ્યું છે કે મીટિંગમાં કાશ્મીરી અલગાવવાદી જૂથ હુર્રિયત કૉન્ફરન્સને કેમ બોલાવવામાં નહોતું આવ્યું?
કાશ્મીરના નેતાઓએ બદલ્યું વલણ?
પાકિસ્તાન એ આશા લગાવીને બેઠું હતું કે પીએમ મોદીની સાથે બેઠકમાં પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી ચીફ મહેબૂબા જેવી ફાયર બ્રાન્ડ નેતા આર્ટિકલ 370ને પુન: સ્થાપિત કરવા માટે જીદે ચડશે અને તે ભારતીય ભાવનાની વિરુદ્ધ વાત કરશે.જો કે આવું ના થયું.મહેબૂબાએ એકવાર આર્ટિકલ 370ની વાત કરવા પણ ઇચ્છી તો પ્રધાનમંત્રી,ગૃહમંત્રી અથવા મીટિંગમાં સામેલ કેન્દ્રના કોઈ બીજા પ્રતિનિધિએ નહીં, પરંતુ જમ્મુ-કાશ્મીરના જ બીજા નેતા મુઝફ્ફર બેગે તેમને રોકી દીધા.
ફારુક અબ્દુલ્લાએ પાકિસ્તાનને માર્યા તીર
પીપલ્સ કોન્ફરન્સના નેતા મુઝફ્ફર બેગે કહ્યું કે, કલમ 370 અને 35-A હટાવવાનો મુદ્દો સુપ્રીમ કોર્ટમાં વિચારાધીન છે.બીજી તરફ નેશનલ કોન્ફરન્સના સંરક્ષક અને ગુપકર ગઠબંધનના અધ્યક્ષ ફારુક અબ્દુલ્લાએ મીટિંગમાં જતા સમયે મીડિયા સામે પાકિસ્તાનના છોતરા કાઢ્યા. તેમણે કહ્યું કે, ‘હું પાકિસ્તાન વગેરેની વાત નથી કરતો. મારે મારા વતન સાથે વાત કરવી છે, પોતાના વતનના પ્રાઇમ મિનિસ્ટર સાથે વાત કરવી છે.’ સ્વાભાવિક છે કે અબ્દુલ્લાનો આ સંદેશ પાકિસ્તાનને તીરની જેમ વાગ્યો હશે.નિષ્ણાતો કહી રહ્યા છે કે પાકિસ્તાન જમ્મુ-કાશ્મીરના આ બદલાયેલા વલણથી ઘણું જ બેબાકળુ થઈ ગયું છે.


