ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ઈન્ડિયન પોલીસ સર્વિસ (IPS) અધિકારીઓના પ્રોમોશન ડ્યૂ હતાં. જેમાં હવે પ્રથમ રાઉન્ડમાં 3 IPS અધિકારીને પ્રમોશન આપવામાં આવ્યા છે.
આસિસ્ટન્ટ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (ADGP)થી પ્રમોશન આપીને ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP) રેન્ક અપાયો છે.જેમાં કેશવ કુમાર,વિનોદ મલ અને સંજય શ્રીવાસ્તવને ADGPથી પ્રમોશન આપી DGP રેન્ક અપાયો છે.મોટા ભાગના IPS અધિકારીઓ જેમના ડિપાર્ટમેન્ટ પ્રમોશન કમિટી (DPC) ક્લિયર થઈ ગયા છે. તેમના પ્રમોશન આવશે.તેની સાથે રાજ્યના ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP) અને અમદાવાદ પોલીસ કમિશનરનો તાજ કોના શીરે મુકાશે તે થોડા દિવસોમાં નક્કી થશે.
અંતે ગૃહ મંત્રાલય દ્વારા ૧૯૮૬ બેચના એડીશ્નલ ડીજીપી કક્ષાના સિનીયર આઇપીએસોને સતાવાર રીતે ડીજીપી તરીકે બઢતી આપતા હુકમો ગૃહ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવ્યા છે.ઉકત ત્રણેય એડીશ્નલ ડીજીપીઓને હાલની જગ્યાએ જ ડીજીપી તરીકે બઢતી અપાઇ છે.
ડીપીસી દ્વારા અપાયેલ લીલીઝંડી બાદ ગૃહ મંત્રાલય દ્વારા રાજયના ઇન્ચાર્જ એસીબી વડા કેશવકુમારને ડાયરેકટર ઓફ એન્ટીકરપ્શન બ્યુરો તરીકે મૂળ જગ્યાએ જ બઢતી આપવામાં આવી છે.ગાંધીનગર ખાતે પોલીસ રીફોર્મ્સમાં ફરજ બજાવતા ડો. વિનોદકુમાર મલ્લને તે જ સ્થાને ડીજી કક્ષાએ બઢતી આપતો હુકમ પણ કરવામાં આવ્યો છે.
રાજકોટના પૂર્વ પોલીસ કમિશ્નર અને સીઆઇડી ક્રાઇમ અને રેલ્વેઝના એડીશ્નલ ડીજીપી સંજય શ્રીવાસ્તવને રાજયના સીઆઇડી વડા તરીકે ડીજીપી કક્ષાએ બઢતી આપવામાં આવી છે.સંજય શ્રીવાસ્તવે રાજયના ગુપ્તચર વડા અને ટેકનીકલ સર્વિસીસ અને એસસીઆરબી (સ્ટેટ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો)નો ચાર્જ પણ વધારામાં સંભાળવાનો રહેશે.
દરમિયાન હાલના મુખ્ય પોલીસ વડા શિવાનંદ ઝાને વિશેષ એક્ષટેન્શન મળવા સાથે આગામી દિવસોમાં આઇપીએસ કક્ષાએ બઢતી-બદલીના હુકમો થનાર હોવાની જોરદાર ચર્ચાઓ શરૂ થઇ છે.


