By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: 30 લાખ કરોડનું બજેટ, 20 લાખ કરોડનું પેકેજ, જાણો આવજ-જાવકનું ગણીત
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > 30 લાખ કરોડનું બજેટ, 20 લાખ કરોડનું પેકેજ, જાણો આવજ-જાવકનું ગણીત
General

30 લાખ કરોડનું બજેટ, 20 લાખ કરોડનું પેકેજ, જાણો આવજ-જાવકનું ગણીત

HM News
Last updated: 13/05/2020 12:44 PM
HM News
5 years ago
Share
SHARE

નવી દિલ્હી : કોરોનાને લીધે સુસ્ત પડેલી દેશની અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આર્થિક પેકેજની જાહેરાત કરી છે.વડાપ્રધાને ગઈકાલે પોતાના રાષ્ટ્રજોગ સંબોધનમાં કહ્યું હતું કે,સરકાર હાલના નિર્ણય,રિઝર્વ બેંકની જાહેરાતને મેળવીને આ પેકેજ 20 લાખ કરોડનું હશે.આ પેકેજ દેશની GDPના 10% જેટલું છે.

મહત્વની વાત એ છે કે આ રાહત પેકેજ સરકારના વ્યવ લક્ષ્‍યથી માત્ર 10 લાખ કરોડ ઓછું છે.નોંધનીય છે કે,સરકારે વર્ષ 2020-21 માટે 30 લાખ 42230 કરોડ રૂપિયાનું બજેટ રજુ કર્યું છે.આ રકમ જુદાં જુદાં મંત્રાલયો અને કાર્ય માટે ફાળવવામાં આવે છે.શું તમને ખબર છે સરકારને મળતો હર એક રૂપિયો ક્યાંથી આવે છે અને ક્યાં ખર્ચ થાય છે? સરકારને મળતા અને ખર્ચ થતી રકમ એક રૂપિયાના હિસાબથી સમજીશું

રૂપિયો ક્યાંથી આવે છે

સરકારને મળતા પ્રત્યેક રૂપિયામાંથી 20 પૈસા ઉધારી અને અન્ય જવાબદારીઓ પાસેથી મળે છે.જ્યારે 18 પૈસા કોર્પોરેશન ટેક્સ પાસેથી મળે છે. સરકારને મળતા રૂપિયામાં 17 પૈસા આવકવેરામાંથી મળે છે.4 પૈસા કસ્ટમમાંથી આવે છે.કેન્દ્રીય એક્સાઈઝ ડ્યૂટી આ એક રૂપિયામાં 7 પૈસાનું યોગદાન છે.જીએસટી અને અન્ય ટેક્સ 18 પૈસાનું યોગદાન રૂપિયામાં આપે છે,નોન ટેક્સ રેન્યૂથી 10 પૈસા મળે છે અને કેપિટલ રિસિટથી 6 પૈસા આવે છે.કેપિટલ રિસિટમાં વધારે ભાગીદારી બજારની ઉધારીની હોય છે.

રૂપિયો ક્યાં જાય છે

સરકારને મળતા રૂપિયાની જેમ ખર્ચનો પણ હિસાબ હોય છે.સરકારના પ્રત્યેક એક રૂપિયાની આવકમાં 20 પૈસા રાજ્યોના ટેક્સમાં ભાગીદારી તરીકે આપવામાં આવે છે.જ્યારે 18 પૈસા વ્યાજની ચુકવણીમાં ખર્ચ થાય છે.આ સિવાય 13 પૈસા કેન્દ્રીય સેક્ટરની યોજનાઓમાં ખર્ચ થાય છે.નાણાં આયોગઅને અન્યમાં 10 પૈસા જાય છે.કેન્દ્ર સરકાર દ્વારા પ્રાયોજીત યોજના માટે રૂપિયામાંથી 9 પૈસા રાખવામાં આવે છે.પ્રત્યેક રૂપિયામાંથી 8 પૈસા ડિફેન્સ સાથે જોડાયેલા વ્યય પર ખર્ચ થાય છે.આ સિવાય 6 પૈસા સબસીડી પર ખર્ચ થાય છે જ્યારે પેન્શન પર 6 પૈસા અને બાકીના વધેલા 10 પૈસા અન્ય ખર્ચાઓ માટે હોય છે.

Corona : લોકડાઉન ખતમ થયા પછી શું વિચારી રહી છે સરકાર?
દમણમાં મિલકતના ઝઘડામાં ત્રીજી પત્નીએ પતિની હત્યા કરી દેતા ચકચાર
મુઝફ્ફરનગરની રૂખસાના બની રૂક્મણિ : મંદિરમાં હિંદુ યુવક સાથે સાત ફેરા લઇ અપનાવ્યો હિંદુ ધર્મ
સુરત ક્રાઈમ બ્રાન્ચનું દિલધડક ઓપરેશન : બારડોલી નજીક ચીકલીગર ગેંગના ત્રણને ફિલ્મી ઢબે ઝડપી લીધા, સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ
બનાસકાંઠામાં 50 કરોડ રૂપિયાનું મનરેગા કૌભાંડઃ હાર્દિકનો આક્ષેપ
Share This Article
Facebook Email Print
Previous Article ઈનકમ ટેક્સ રિટર્ન ભરવાની તારીખ 30 નવેમ્બર 2020 લંબાવાઈ
Next Article વૈજ્ઞાનિકોનો દાવો : માસ્કનના વૈજ્ઞાનિક મોડલથી 80 ટકા કોરોના કેસ ઘટશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up