મુંબઈ : કોરોનાની ગંભીર પરિસ્થિતિ ને ધ્યાનમાં રાખીને વર્તમાન વર્ષ ના વિદાય અને નવા વર્ષના આગમન અવસર પર શ્રી સાંઈ બાબાનું સમાધિ મંદિર ૩૧મી ડિસેમ્બરે રાત્રે ૯ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધી દર્શન માટે બંધ રહેશે.રાજ્ય સરકારની માર્ગદશકા મુજબ, રાજ્યમાં ઓમેક્રોનના વધતા વ્યાપને લીધે શિરડીમાં સાંઈબાબા મંદિર વિસ્તારમાં ૨૫ ડિસેમ્બર સુધી રાત્રે ૯ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધી જમાવ બંધી અમલમાં આવ્યો છે.તેથી ૨૫મી ડિસેમ્બરથી સાંઈ મંદિરને રાત્રે ૯ થી સવારે ૬ વાગ્યા સુધી દર્શન માટે બંધ રાખવામાં આવ્યું છે.નવા વર્ષની શરૃઆત સકારાત્મક રીતે ઉજવવા માટે દર વર્ષે હજારો ભક્તો શિરડીમાં સાંઈ બાબાના દર્શને આવે છે.જો કે છેલ્લા બે વર્ષથી કોરોનાના પ્રકોપને કારણે ભક્તો સાંઈ બાબાના દર્શન કરી શકતા નથી.ભક્તો પણ ચિંતિત છે કારણ કે શિરડીમાં સાઈ બાબાનું મંદિર નવા વર્ષની પૂર્વ સંધ્યાએ કરોના વાયરસને લીધે મર્યાદિત સમય માટે ખુલ્લું રહેશે.