[weather_data]
Breaking News
TRENDING NEWS

34 માંથી 18 બેઠકો કબજે કરી ભાજપે વડોદરા જિલ્લા પંચાયતની સત્તા હાંસલ કરી

[updated_date] [post_views]

Table of Content

વડોદરા, તા. 02 માર્ચ : વડોદરા જિલ્લા પંચાયત માં ભાજપ બહુમતીની નજીક પહોંચી જતા કોંગ્રેસે જિલ્લા પંચાયતની સત્તા ગુમાવવી પડે તેવા મજબૂત સંજોગો સર્જાયા છે.વડોદરા જિલ્લા પંચાયતમાં વર્ષ 2015માં ચૂંટણી યોજાઈ ત્યારે કોંગ્રેસે 36 બેઠકમાંથી ૨૨ બેઠક કબજે કરી બહુમતી મેળવી હતી.પરંતુ ત્યાર બાદ કોંગ્રેસની જૂથબંધીના કારણે બળવો થતાં કોંગ્રેસના બળવાખોરોએ ભાજપના ટેકાથી સત્તા પરિવર્તન કર્યું હતું.

વડોદરા જિલ્લા પંચાયતની વર્ષ 2021ની ચૂંટણીના આજે પરિણામ જાહેર થઈ રહ્યા છે ત્યારે વડોદરા જિલ્લા પંચાયતમાં ભાજપ સ્પષ્ટ બહુમતી ની નજીક પહોંચી જતા કોંગ્રેસને જિલ્લા પંચાયતની સત્તા ગુમાવવાનો વખત આવ્યો છે.વડોદરા જિલ્લા પંચાયતની કુલ 34 બેઠકમાંથી 14 બેઠક ઉપર ભાજપે કબ્જો કરી લીધો છે.જ્યારે કોંગ્રેસની એક પણ બેઠક હજી આવી નથી.જેના કારણે જીલ્લા પંચાયત પર ભાજપનો કબજો થાય તેવા સ્પષ્ટ સંકેત દેખાયા છે.

Leave a Reply

Your email address will not be published.

Recent Posts

Related Articles