By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: 34.29 લાખના બાકી વેરા મામલે વાપીની ગ્રીન વ્યુ હોટલ સંચાલક સામે વોરંટ જારી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > 34.29 લાખના બાકી વેરા મામલે વાપીની ગ્રીન વ્યુ હોટલ સંચાલક સામે વોરંટ જારી
GeneralSouth Gujarat

34.29 લાખના બાકી વેરા મામલે વાપીની ગ્રીન વ્યુ હોટલ સંચાલક સામે વોરંટ જારી

HM News
Last updated: 05/01/2021 11:37 AM
HM News
4 years ago
Share
SHARE

– હોટલના 14.90 તથા ડોમના 19.39 લાખ ન ભરતાં પાલિકાની કાર્યવાહી

વાપી : વાપી પાલિકાએ વેરા વસુલાત અભિયાનને તેજ કરી સોમવારે વાપી ગ્રીન વ્યુ હોટલને રૂ.34.29 લાખ બાકી વેરા મામલે વોરંટ ઇસ્યુ કર્યુ હતું. જેમાં વારં-વારં નોટિશ છતાં પણ હોટલના 14.90 લાખ તથા ડોમના 19.39 લાખ બાકી રકમ પાલિકામાં ન ભરતાં પાલિકાએ વોરંટ કાઢી મિલકતને ટાંચમાં અથવા જપ્તી લેવાની ચિમકી આપતાં બાકીદારોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો.

વાપી પાલિકા દ્વારા જાન્યુઆરી 2021ના પ્રારંભ સાથે વેરા વસુલાત અભિયાન હાથ ધર્યું છે.જે અંતગર્ત પાલિકાએ સોમવારે હરસોરા હોટલ પ્રા.લિ. જેઓ હોટલ ગ્રીન વ્યુ હોટલને વોરંટ ઇસ્યુ કર્યુ હતું. જેમાંજણાવ્યુ હતું કે માર્ચ 2021 સુધીમાં 1490421 બાકી વસુલાત ભરવામાં આવી નથી.માંગણાની નોટિશ વિત્યાના 15 દિવસ વિતી ગયા છે.જયારે પાલિકાએ ન્યુમેટ હોટલ્સ (ડોમ)ના 1939221 બાકી વેરાની રકમ ભરવામાં આવી નથી. કુલ 34.29 લાખના બાકી વેરા અંગે વોરંટમાં પાલિકાના ચીફ ઓફિસર દર્પણ અોઝાએ કરેલા આદેશમાં જણાવ્યુ હતું કે લેણાંની રકમની તેની જંગમ માલ મિલકત-કોઇ પણ મિલકત ગુજરાત પાલિકાના અધિનિયમ 1963ની કલમ 132ની જોગવાઇઓને આધિન રહીને ટાંચમાં લેવી-જપ્તીમાં લેવી અને તે અન્વયે તમે ટાંચમાં લીધા માલની -જપ્તીમાં લીધી મિલકત તમામ વિગતો પ્રમાણિત કરી આ વોરંટ સાથે તુરંત મોકલી આપવા જણાવ્યુ હતું.

મિલકત માલિક તરત હરકતમાં આવ્યાં

વાપી ગ્રીન વ્યુ હોટલ અને ડોમના બાકી વેરા અંગે પાલિકાએ વાર-વાર નોટિશો પાઠવી હતી,પરંતુ બાકી વેરાની રકમ પાલિકામાં ભરવામાં ન આવતી ન હતી.સોમવારે પાલિકાએ કડક કાર્યવાહી કરી વોરંટ કાઢતાં હોટલના જવાબદારો પાલિકા પહોંચી ચેક આપી ગયા હોવાનું પણ કહેવાય છે.આમ પાલિકા બાકીદારો સામે એકશન મોડમાં આવી ગઇ હોય એવું લાગી રહ્યું છે.

બરેલીમાં લવ જિહાદના મામલે હોબાળો
રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૫૧૦ કેસ સપાટી પર આવ્યા : ૩૪નાં મૃત્યુ થયા
ગુજરાત વિરોધી ષડયંત્ર કેસમાં તિસ્તા-શ્રીકુમારની જામીન અરજી
પાડાના વાંકે પખાલીને ડામ ! કિમમાં દેશી દારૂની ભઠ્ઠી મળી આવતા એક PSI પ્રકાશ પંડ્યા સહિત બે કોન્સ્ટેબલ સસ્પેન્ડ
ગાંધીનગર બન્યું આંદોલનોનું એપી સેન્ટર,એક-બે નહીં પણ 5-5 વિરોધ પ્રદર્શનના રાજ્યભરમાં પડઘા
Share This Article
Facebook Email Print
Previous Article FIR પછી હોટલમાં ક્વોરેન્ટીન થયા અરબાઝ અને સોહેલ ખાન
Next Article છ મહિના પછી દેશમાં કોરોના સંક્રમણના સક્રિય કેસ 2.5 લાખથી ઓછા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up