કંપાલા,22 એપ્રિલ,2022,શુક્રવાર : આફ્રિકાની મોસ્ટ ફર્ટિલાઇટ મહિલા તરીકે ઓળખાતી મરિયમ નાબટેજીની ઉંમર 39 વર્ષ છે પરંતુ તેને 44 બાળકોને જન્મ આપ્યો છે.એક માહિતી મુજબ ડોકટરોએ તેના ગર્ભાશયમાં ચેકો મૂકયો હોવાથી બીજા બાળકોને જન્મ આપી શકે તેમ નથી.મરીયમના લગ્ન માત્ર તે 12 વર્ષની હતી ત્યારે થયા હતા.1 વર્ષ પછી તેણે બે જોડિયા બાળકોને જન્મ આપ્યો હતા.ત્યાર પછી તેણે પાંચ વાર જોડિયા બાળકો અને ચાર વાર ત્રણ અને પાંચ વાર ચાર બાળકોને જન્મ આપ્યો હતો.મરીયમનું અંડાશય સામાન્ય કરતા ઘણું મોટું હોવાથી એક કરતા વધારે બીજ છુટા પડીને ફર્ટિલાઇઝ થતા હોવાથી આ સ્થિતિ ઉભી થઇ હતી.અંડાશય ખૂબ મોટું હોવાથી તબીબોએ આ મહિલાને ગર્ભ નિરોધક ગોળી લેવાની ના પાડી હતી કારણ કે એમ કરવાથી સ્વાસ્થ્ય પર વિપરીત અસર થાય તેમ હતું.યુગાન્ડામાં મહિલાનો સરેરાશ સંતાન દર 5.6 જેટલો છે.10 થી 12 સંતાનો ધરાવતી મહિલાઓ અનેક મળે છે પરંતુ 44 બાળકોએ સૌથી મોટો વિશ્વ રેકોર્ડ છે.ત્રણ વર્ષ પહેલા મરીયમનો પતિ તેને છોડીને જતો રહયો છે.
6 બાળકોના મુત્યુ થયા 38 હજુ જીવે છે.ભરણ પોષણના ફાંફાં
આ મહિલા 38 જીવતા બાળકો સાથે ગરીબીમાં જીવી રહી છે.જ્ન્મના થોડાક સમય પછી ૬ બાળકોના મોત થયા હતા.પોતાની પાસે આજીવિકાની કોઇ જ સગવડ નથી.તે યુગાન્ડાની રાજધાની કંપાલાથી 31 કિમી દૂર કોફીની ખેતી કરતી વસાહતમાં રહે છે.તે જે નાની ખોલી જેવા ઘરમાં રહે છે એમાં બાળકો પણ સમાતા નથી.છુટક મજૂરી કરીને પોતાનું અને સંતાનોનું પેટ ભરે છે.ઘણા તેને આર્થિક મદદ કરે છે પરંતુ બાલમંદિરના કલાસ જેટલો મોટો પરીવાર હોવાથી પૈસા ખૂટી જાય છે.