દિલ્હી તા.15 : તેલંગાણા સરકાર દ્વારા અધિકારીઓ માટે 32 લકઝરી વાહનોની ખરીદીને લઈને વિવાદ શરૂ થયો છે.સી.એમ.કે ચંદ્રશેખર રાવે રાજયના 32 જીલ્લા કલેકટરો માટે ‘કિયા કાર્નીવલ’કારની ખરીદી કરી છે.આ દરેક કારની કિંમત 25 થી 30 લાખ સુધીની છે.કોરોના સંકટ સિવાય વિપક્ષોએ રાજયમાં આવા ખર્ચાઓને લક્ષ્યાંક બનાવ્યો છે જે 40 હજાર કરોડના દેવાના બોજનો સામનો કરી રહ્યો છે.
પરિવહન પ્રધાન પી.અજયકુમારે જણાવ્યું કે સીએમએ વિચાર્યુ કે અધિકારીઓની મુસાફરી માટે આરામદાયક વાહનોની જરૂર છે.વીજેપીનાં રાજય પ્રવકતા કૃષ્ણાસાગર રાવે કહ્યું કે સીએમકે સીઆર 32 લકઝરી વાહનો માટે 11 કરોડ ખર્ચ કરવાને કેવી રીતે વ્યાજબી ઠેરવશે.કોરોના સંક્રમણની વચ્ચે તે આ રીતે જાહેર નાણાનો વ્યય કરી રહ્યો છે.તેજ સમયે કોવીડની સારવારને કારણે કેટલા લોકો દેવામાં ડુબીને મરી રહ્યા છે.કોંગ્રેસ નેતા ડી.શ્રવણકુમારે કહ્યું કે હાલમાં તેલંગાણા રાજય 40 હજાર કરોડના દેવામાં છે તો આવા મોંઘા વાહનો ખરીદવાની જરૂર શુ હતી?