– આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર, અમે ગયા વર્ષની સરખામણીએ 3 દિવસ વહેલા 5.03 કરોડ આવકવેરા રિટર્નનો લક્ષ્યાંક હાંસલ કરી લીધો છે.જ્યારે, કુલ ફાઇલ કરાયેલ ITRમાંથી, 88% થી વધુ ITR પણ ઇ-વેરિફાઇડ છે.
નવી દિલ્હી : નાણાકીય વર્ષ 2022-23 માટે ITR ફાઇલ કરનારા કરદાતાઓની સંખ્યામાં ગયા વર્ષની સરખામણીમાં ઝડપથી વધારો થયો છે. 27મી જુલાઈ સુધીમાં 5 કરોડથી વધુ કરદાતાઓ અને ટેક્સ પ્રોફેશનલ્સે ITR ફાઈલ કરીને તેમની ફરજ પૂરી કરી છે.આવકવેરા વિભાગે કરદાતાઓને સમયસર ITR ફાઇલ કરવા જણાવ્યું છે.આવકવેરા વિભાગે કરદાતાઓને અપીલ કરી છે કે તેઓએ 31 જુલાઈ 2023 ની નિયત તારીખ પહેલા ITR ફાઈલ કરવી જોઈએ.તાજેતરના આંકડા જાહેર કરતા વિભાગે કહ્યું કે અમે ગયા વર્ષની સરખામણીએ 3 દિવસ વહેલા 5.03 કરોડ ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR)નો લક્ષ્યાંક હાંસલ કરી લીધો છે.
આ વર્ષે 27 જુલાઈએ 5 કરોડથી વધુ કરદાતાઓએ ITR ફાઈલ કર્યું છે.જ્યારે, ગયા વર્ષે આ આંકડો 30 જુલાઈએ પૂર્ણ થયો હતો. 27 જુલાઈ, 2023 સુધીમાં ફાઈલ કરવામાં આવેલા 5.03 કરોડ આઈટીઆરમાંથી લગભગ 4.46 કરોડ આઈટીઆર ઈ-વેરિફાઈ કરવામાં આવ્યા છે.એટલે કે, ફાઇલ કરાયેલા 88%થી વધુ ITRs ઇ-વેરિફાઇડ થયા છે.જ્યારે, ઇ-વેરિફાઇ આઇટીઆરમાંથી, 2.69 કરોડથી વધુ આઇટીઆરની પ્રક્રિયા થઈ ચૂકી છે.આવકવેરા વિભાગે જણાવ્યું હતું કે કરદાતાઓને ITR ફાઇલિંગ, ટેક્સ પેમેન્ટ અને અન્ય સંબંધિત સેવાઓ માટે મદદ કરવાના ઉદ્દેશ્ય સાથે,હેલ્પડેસ્ક 24×7 ધોરણે કામ કરી રહ્યું છે અને અમે કૉલ્સ,લાઇવ ચેટ,વેબેક્સ સેશન્સ અને સોશિયલ મીડિયા દ્વારા સહાય પૂરી પાડીએ છીએ.અમે શનિવાર અને રવિવાર સહિત 31મી જુલાઈ 2023 સુધી સમર્થન આપવાનું ચાલુ રાખીશું.
આવકવેરા વિભાગે એક ટ્વીટમાં જણાવ્યું હતું કે અમે એવા તમામ લોકોને વિનંતી કરીએ છીએ કે જેમણે હજુ સુધી મૂલ્યાંકન વર્ષ 2023-24 માટે ITR ફાઈલ નથી કર્યું છેલ્લી ઘડીની ભીડને ટાળવા માટે શક્ય તેટલી વહેલી તકે તેમનો ITR ફાઈલ કરે.