સાંસદ મોહન ડેલકરની આત્મહત્યા મુદ્દે પોલીસ તપાસ વધારે ઉંડી ઉતરી ચુકી છે.મોહન ડેલકરનું શબ સોમવારે સવારે મુંબઇની સી ગ્રીન હોટલમાં પંખા સાથે લટકેલી સ્થિતીમાં મળી આવ્યું હતું.આ મુદ્દે પોસ્ટમોર્ટમ રિપોર્ટની પ્રાથમિક તપાસમાં મોતનું કારણે ગળામાં શ્વાસ અવરુદ્ધ થવાનું ગણાવાયું છે.જો કે ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ જ સાચુ કારણ સામે આવશે.મોહન ડેલકરની મોતનું કારણ મુંબઇ પોલીસનાં એસીપી (IPS)ના નેતૃત્વમાં કરાવવામાં આવી રહ્યું છે.સીધા જ ઉચ્ચ અધિકારીઓના સીધા સંપર્કમાં છે.
સાંસદ મોહન ડેલકરના આપઘાતને લઇ એમના દ્વારા જે સુસાઇડ નોટ પોલીસે ધટનાસ્થળેથી કબ્જે કરી છે જેને લઈને પણ અનેક આશંકા સેવાય રહી છે.પોલીસ સુસાઇડ નોટ અંગે પણ તપાસ કરી રહી રહ્યું છે.પોલીસના માટે આ સુસાઇડ નોટ ઉપરથી લાગે છે કે સાંસદ મોહન ડેલકર છેલ્લા ઘણા દિવસોથી પરેશાન હતા.તેમને રાજકીય રીતે ઉપેક્ષાનો શિકાર બનાવવામાં આવી રહ્યો હોવાનો પણ તેમાં ઉલ્લેખ છે.પોતાના સમર્થકો,પરિવારના સભ્યોની માફી માંગવાની સાથે આ મોટું પગલું ભરવા પાછળ તેમને કેટલાંક લોકોને જવાબદાર ગણાવ્યા છે.આ સિલસિલામાં 30 થી 35 લોકોના નામનો પણ ઉલ્લેખ કર્યો છે.દાદરાનગર હવેલીના કેટલાંક અધિકારીઓ સહીત રાજકીય પાર્ટીના લોકોના પણ આ સુસાઇડ નોટમાં ઉલ્લેખ છે.મામલો ખુબ જ ગંભીર હોવાના કારણે મોહન ડેલકરે લખેલાં પત્ર અંગે મુંબઈ પોલીસ દ્વારા સ્થાનિક પ્રસાશન પાસેથી તથ્યો અંગે માહિતી મેળવવા કોશિષ કરાઈ રહી છે.પાછલાં દિવસોમાં મોહન ડેલકરના કાર્યકર્તા અને સમર્થકોને દાદરાનગર હવેલીમાં કેટલાય પ્રકારના પ્રકરણોમાં દોષિત ગણાવ્યા હતા તેનાથી પણ સાંસદ દુઃખી હતા.આ સમગ્ર પ્રકરણમાં સુસાઇડ નોટ અંગે મુંબઈ પોલીસને તપાસમાં ઘણાં બધા તથ્યો મળ્યા છે.જે દિશામાં કામીગીરી ચાલી રહી છે ત્યારે આવનારા દિવસોમાં દીવ દમણ દાદરાનગરના ઘણાં મોટા માથાંઓ ખાસ કરીને સત્તાના નશામાં ડુબેલાં કેટલાંક અધિકારીઓ બેનકાબ થાઈ એવી પુરેપુરી શક્યતા છે.સમગ્ર તપાસ વિષય હવે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અને સુસાઇડ નોટમાં ધરબાયેલું છે ત્યારે દક્ષિણ ગુજરાતના રાજકારણમાં ધૂત રાષ્ટ્રની ભૂમિકા ભજવતા કેટલાક અધિકારીઓને એસીમાં પણ પરસેવો પડી રહ્યો છે.ત્યારે સ્કોટલેન્ડ યાર્ડ બાદ દુનિયામાં તપાસના મુદ્દે બીજો નંબર ધરાવતી મુંબઈ પોલીસ મોહન ડેલકર આપઘાત પ્રકરણમાં મોટા ઘટસ્ફોટ કરે એવી પ્રબળ શક્યતા હોવાનું જાણવા મળ્યું છે.સમગ્ર દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને યુનિયન ટેરટરીમાં મોહન ડેલકરના આપઘાતનું પ્રકરણ ખાસ્સું ચર્ચાએ છે અને ટોક ઓફ ધ ટાઉનમાં પણ એ જ ચર્ચા ચાલી રહી છે કે ખુબ કદાવર નેતા મોહન ડેલકરને આપઘાત કરવા પ્રેરનાર આ ઊંચા હોદ્દા પર બેઠેલા પ્રશાસનિક અધિકારીઓ કોણ છે જેમનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ છે ?