By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: 7 કાચબા પર તાંત્રીક વિધિ અને પછી ચેતન પટેલના ઘરે થયો રૂપિયાનો વરસાદ અને..
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Vadodara > 7 કાચબા પર તાંત્રીક વિધિ અને પછી ચેતન પટેલના ઘરે થયો રૂપિયાનો વરસાદ અને..
GeneralVadodara

7 કાચબા પર તાંત્રીક વિધિ અને પછી ચેતન પટેલના ઘરે થયો રૂપિયાનો વરસાદ અને..

HM News
Last updated: 27/09/2021 5:48 AM
HM News
4 years ago
Share
SHARE

વડોદરા : મીઠા પાણીના કાચબા પર તાંત્રીક વિધી કરવાથી રૂપિયાનો વરસાદ થશે તેમજ આવક બમણી થઈ જશે તેવી લાલચ સાથે પૂજા કરાવનાર અને કાચબા લાવનાર શખ્સોની કાચબા સાથે ધરપકડ કરવામા આવી છે.લોભીયા હોય ત્યાં ધુતારા ભુખે ના મરે તે કહેવત ફરી સાર્થક થતી હોય તેવી ધટના વડોદરામાં પ્રકાશમા આવી છે.અટલાદરાના અક્ષરદિપ રેસિડેન્સીમા રહેતા ચેતન પટેલને પાદરામા રહેતા રણજીત પરમાર અને પ્રદિપ પરમારનો સંપર્ક થયો હતો.આ ટોળકીએ ચેતન પટેલને લાલચ આપી હતી કે, મીઠા પાણીના કાચબાની તાંત્રીક વિધી કરવામા આવે તો ધરમા રુપીયાનો વરસાદ થશે અને આવક બમણી થઈ જશે.આ વાતમાં ચેતન પટેલ આવી ગયા હતા અને રણજીત અને પ્રદિપ પાસે ચાર કાચબા હતા અને આણંદ અડાસ ગામમા રહેતા ગોરધન રાવળ પાસે ત્રણ કાચબા હતા.તે લાવી તાત્રીક વિધી કરવાની લાલચ આપી હતી. ચેતન પટેલના ત્યાં 7 કાચબા ભેગા કર્યા હતા.

તાંત્રીક વિધી કરાવી માલામલ થવાની લાલચમા ચેતન પટેલે પોતાના ઘરે કાચબા રાખ્યા હતા.તાંત્રીકની શોધખોળમા રણજીત અને પ્રદિપ તેમજ ગોરધન રાવળ નિકળ્યા હતા.જાબુધોડા વન વિભાગના અધિકારીઓ જી.એસ.પી.સી.એ સંસ્થાના કાર્યકરએ બોગસ તાંત્રિક બની છટકું ગોઠવી ડમી તાંત્રિક મોકલી સમગ્ર મામલાનો પર્દાફાશ કર્યો હતો. 7 કાચબા સાથે 4 આરોપીની ધરપકડ કરી હતી.

એક ખેડૂતને ધનવાન બનાવવાની લાલચ આપીને કાચબા પર તાંત્રીક વિધી કરી તેની સાથે છેતરપીંડીની ફિરાકમા રહેલા ત્રણ આરોપીઓ તો પકડાઈ ગયા સાથે જ ભાગ્ય ચમકાવવા જતા કાચબા ઘરમા રાખવાના ગુનામા ચેતન પટેલને પણ જેલવાસ ભોગવવાનો વારો આવ્યો છે.ત્યારે લોકો આવી અંધશ્રદ્ધાથી દુર રહે તે તેમના માટે જ હિતાવહ છે.

ઝડપાયેલા આરોપીઓ…

(1) ચેતન ઠાકોરભાઈ પટેલ (વિધી કરાવવાની લાલચમા આવનાર ગ્રાહક)
(2) રણજીત પરમાર ( લાલચ આપનાર ,પાદરા)
(3) પ્રદિપ પરમાર (લાલચ આપનાર ,પાદરા)
(4) ગોરધન રાવળ (ત્રણ કાચબા લાવનાર ,અડાસ ગામ ,આણંદ)

રાજસ્થાનમાં ITના દરોડા, 1400 કરોડના બેનામી વ્યવહાર ઝડપાયા
અફઝલખાનની કબર તોડી નાંખવાની રાજ ઠાકરેની ધમકી, મહારાષ્ટ્ર સરકારે વધારી દીધી સુરક્ષા
ગુજરાતની પ્રજાના આશીર્વાદ – શુભેચ્છા વિજયભાઈને સાથે
મેસણકાના શખ્સે સમાજમાં ભય ફેલાવાના ઈરાદે હથીયાર સાથે ફોટા મુકાતા ધરપકડ
હેલો, હુ સિંધિયા બોલું છું- મહામારી વચ્ચે ચૂંટણીમા મદદ માટેના મહારાજના ફોનથી રાજકારણ ગરમાયું
Share This Article
Facebook Email Print
Previous Article દારૂ પીધેલા PI ને ASI અને હેડ કોન્સ્ટેબલે મારવા લીધો, પોલીસની આબરૂના ધજાગરા ઉડ્યાં
Next Article મોદી સરકારના કાયદા મંત્રીનું મોટું નિવેદન, ‘રાજકારણીઓ ફસાઈએ ત્યારે જજને આગળ કરી દઈએ છીએ’
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up