By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: 7 નકલી IT અધિકારી પકડાયા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > 7 નકલી IT અધિકારી પકડાયા
GeneralNational

7 નકલી IT અધિકારી પકડાયા

HM News
Last updated: 06/09/2022 10:59 AM
HM News
3 years ago
Share
SHARE

– નકલી IT અધિકારીઓએ વેપારીના ઘરમાંથી તપાસના નામે હાથ ફેરો કર્યો
– 60 લાખ રોકડ, દોઢ કિલો સોનું લઈ ફરાર થયેલા આરોપીઓને પકડી પડાયા
– રાજસ્થાનની રાજધાની જયપુરમાં ફિલ્મી સ્ટાઈલે ઘટનાને અંજામ અપાયો

રાજસ્થાનની રાજધાની જયપુરમાં એક અજીબ ઘટના સામે આવી છે.અહીં 7 લોકોએ ફિલ્મ ‘સ્પેશિયલ 26’ની ની સ્ટાઈલમાં નકલી ઈન્કમટેક્સ અધિકારી બની ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો.જોકે તેમનો આ ચોરીનો પ્રયાસ નિષ્ફળ રહ્યો છે.આ ઘટનામાં જયપુર પોલીસે સાત આરોપીઓની ધરકપકડ કરી લીધી છે. આરોપીઓએ તાજેતરમાં જ આ ઘટનાને અંજામ આપ્યો હતો.

નકલી IT અધિકારીઓ પર વેપારીને પણ શંકા ન ગઈ

પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓ 24 ઓગસ્ટના રોજ સૂરજપોલ અનાજ માર્કેટ રોડ પર ગયા હતા અને અહીં તેઓ એક લોટના વેપારીના ઘરમાં આવકવેરા અધિકારી તરીકે ઘૂસ્યા હતા.આરોપીઓ એવી રીતે સંપૂર્ણ રીતે તૈયાર થઈને આવ્યા કે વેપારીને પણ આ નકલી ઈન્કમટેક્સ અધિકારી પર શક ન પડ્યો.આ આરોપીઓએ નકલી અધિકારીનું રૂપ પણ ધારણ કર્યું અને વેપારીના આખા ઘરની તપાસ પણ કરી અને પછી 60 લાખ રૂપિયા રોકડા અને 1.5 કિલો સોનું અને ચાંદી લઈને ફરાર થઈ ગયા.એજન્સી અનુસાર આરોપીઓના નામ સામે આવ્યા છે, જેમાં રેહાન ખાન (33), અમન સિંહ (27), અશોક કુમાર (50), સંજય પંચાલ (35), નિશા પંચાલ (33), મુઝફ્ફર અલી (29) અને વસીમ ઉર્ફે સમીર ઉલ્લાનો સમાવેશ થાય છે.

આરોપીઓને બે દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલાયા

અધિક પોલીસ કમિશનર અજયપાલ લાંબાએ જણાવ્યું કે, આરોપીઓની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે.આરોપીઓને જયપુરની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને બે દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યા હતા.અજયપાલ લાંબાએ જણાવ્યું કે આરોપીઓ પાસેથી 9 લાખ રૂપિયા રોકડા, કેટલાક ઘરેણાં અને ગુનામાં વપરાયેલ વાહન મળી આવ્યું છે.તેમણે કહ્યું કે આ ઘટનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓને પકડવા અને બાકીની વસ્તુઓ રિકવર કરવા માટે પૂછપરછ ચાલી રહી છે. પોલીસ આ મામલે ગંભીરતાથી તપાસ કરી રહી છે.

ભારતીય શેરબજારમાં ઐતિહાસિક તેજી તરફી રૂખ યથાવત્…!!
ભાજપ પોતાની સરકાર સામે ન લડી શકે પણ પોલીસના હક્ક માટે ‘આપ’ એ આંદોલનમાં ઝંપલાવ્યું : CPને આવેદનપત્ર આપ્યું
2014 પહેલાં ભ્રષ્ટાચાર સરકારનું મહત્વનું અંગ હતું : પીએમ મોદી
વલસાડમાં વધુ 2 કેસ, સેલવાસમાં કિશોરી પોઝિટિવ
ચૂંટણી પ્રચાર દરમિયાન બાવળામાં PM મોદીની સભામાં મોટી સુરક્ષા ચૂક, જાણો શું છે ઘટના
Share This Article
Facebook Email Print
Previous Article દિલ્હી પોલીસનું ઓપરેશન : રૂા.1200 કરોડનું ડ્રગ ઝડપાયુ
Next Article સાયરસ મિસ્ત્રીના મુંબઇના વર્લી સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કાર થયા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up