By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: 72 દિવસના જેલવાસ બાદ આખરે રાણો જામીનમુક્ત : દેવાયત ખવડ રાજકોટમાં નહીં પ્રવેશી શકે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Saurashtra > 72 દિવસના જેલવાસ બાદ આખરે રાણો જામીનમુક્ત : દેવાયત ખવડ રાજકોટમાં નહીં પ્રવેશી શકે
GeneralSaurashtra

72 દિવસના જેલવાસ બાદ આખરે રાણો જામીનમુક્ત : દેવાયત ખવડ રાજકોટમાં નહીં પ્રવેશી શકે

HM News
Last updated: 28/02/2023 7:24 AM
HM News
2 years ago
Share
SHARE

છેલ્લા 72 દિવસથી જેલવાસ ભોગવી રહેલા લોકસાહિત્યકાર દેવાયત ખવડને આખરે શરતી જામીન મળ્યા છે.રાજકોટમાં આવેલા સર્વેશ્વર ચોકમાં મયુરસિંહ રાણા ઉપર દેવાયત ખવડ અને તેના બે સાગરીતે પાઇપ વડે જીવલેણ હુમલો કરવા બદલ દેવાયત ખવડની ધરપકડ કરવામાં આવી હતી.દેવાયત ખવડને 6 મહિના સુધી રાજકોટમાં નહીં પ્રવેશવાની શરતે હાઇકોર્ટે જામીન મંજૂર કર્યા છે.

આ કેસની હકીકત મુજબ શહેરમાં યાજ્ઞિક રોડ પર આવેલા સર્વેશ્વર ચોકમાં જૂની અદાવતનો ખાર રાખી મયુરસિંહ સંપતસિંહ રાણા નામનો યુવાન પોતાની ઓફિસેથી ઘરે જવા નીકળ્યો હતો.તેની ગાડી પાસે પહોંચતા જ નંબર પ્લેટ વગરની કારમાં ધસી આવેલા લોકસહિત્યકાર દેવાયત ખવડ અને તેના સાગરીતે કારમાંથી ઉતરી મયુરસિંહ રાણા ઉપર પાઇપ વડે જીવલેણ હુમલો કરી માર માર્યો હતો.બાદમાં હુમલાખોર દેવાયત ખવડ અને તેના સાગરીતો કાર લઈ નાસી છૂટ્યા હતા.હુમલામાં ઘવાયેલા મયુરસિંહ રાણાએ એ ડિવિઝન પોલીસ મથકમાં લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને તેના સાગરીત હરેશ ઉર્ફે કાનો રબારી તેમજ કાર ડ્રાઈવર કિશન દિલીપભાઈ કુંભારવાડિયા વિરુદ્ધ હત્યાની કોશિશ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાવ્યો હતો.જે ગુનામાં નાસતા ફરતા હુમલાખોર લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને તેના બંને સાગરીતોએ પોલીસ ધરપકડની દહેશતે સેશન્સ કોર્ટમાં કરેલી આગોતરા જામીન અરજી અદાલતે નામંજુર કરતા દેવાયત ખવડ અને તેના બંને સાગરીતો પોલીસ સમક્ષ સરન્ડર થયા હતા.જેલ હવાલે રહેલા દેવાયત ખવડ અને તેના બંને સાગરીતે જામીન મેળવવા રાજકોટ સેશન્સ કોર્ટમાં કરેલી રેગ્યુલર જામીન અરજી રદ થતા સેશન્સ કોર્ટના હુકમથી નારાજ થઈ દેવાયત ખવડ અને કાર ડ્રાઇવર કિશન દિલીપભાઈ કુંભારવાડિયાએ જેલ મુક્ત થવા હાઇકોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી.હાઇકોર્ટે લંબાણપૂર્વકની દલીલો બાદ જામીન ન આપવાનું રુખ અપનાવતા અંતે દેવાયત ખવડ અને તેના સાગરીત કિશન કુંભારવાડિયાએ જામીન મુક્ત થવા કરેલી જામીન અરજી પરત ખેંચી લીધી હતી.જે ગુનામાં તપાસના અંતે પોલીસે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરતા દેવાયત ખવડ અને તેના બંને સાગરીતોએ રાજકોટ સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરી હતી.જે જામીન અરજી પણ રદ થતા દેવાયત ખવડે હાઇકોર્ટમાં જામીન મુક્ત થવા જામીન અરજી કરી હતી.જે જામીન અરજી ચાલવા ઉપર આવતા હાઇકોર્ટે બંને પક્ષની રજૂઆતો બાદ આરોપીના બચાવ પક્ષે રોકાયેલા વકીલની દલીલો ગ્રાહ્ય રાખી દેવાયત ખવડને ખૂની હુમલાના ગુનામાં 72 દિવસના જેલવાસ બાદ 6 માસ સુધી રાજકોટમાં નહીં પ્રવેશવાની શરતે જામીન મુક્ત કરવા હુકમ કર્યો છે.

આ કેસમાં દેવાયત ખવડના બચાવ પક્ષે હાઇકોર્ટમાં એડવોકેટ મેહુલ શરદભાઈ પવાર,રાજકોટના એડવોકેટ અજયભાઈ કે.જોષી,સ્તવનભાઈ મહેતા અને બ્રિજેશ ચૌહાણ રોકાયા હતા.

CAA-વિરોધી રેલીમાં ભાગ લેનાર પોલેન્ડના વિદ્યાર્થીને ભારત છોડવાનો આદેશ
ટેક્સટાઇલ સ્પીનર્સ યાર્નના દર વિરુદ્ધ ફોગવાની આંદોલનની ચીમકી
આજથી મફતમાં લઈ શકાશે કોરોના વેક્સિનનો બુસ્ટર ડોઝ, જાણો શું છે વય મર્યાદા
કેતકી ચિતળેએ કહ્યું કે ઝુબૈરની ધરપકડ પર વિલાપ કરનારા અમારી ઉપર ખોટા કેસ થયા ત્યારે ક્યાં હતા?
પોલીસને ચકમો આપી હવે ગુજરાતના 10 હજાર ખેડૂતો દિલ્હી ખેડૂત આંદોલન તરફ કૂચ કરશે
Share This Article
Facebook Email Print
Previous Article અમરેલી જિલ્લામાં 24 કલાકમાં ભૂંકપના ત્રણ આંચકા, એક મહિનામાં 12 વાર ધરતી ધ્રૂજી
Next Article ગેંગસ્ટર લોરેન્સ બિસ્નોઈ અને સંપત નહેરા ગેંગના 7 સાગરીતોની સુરતમાંથી ધરપકડ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up