74.66 ટકા સાથે ધો.10ના પરિણામમાં સુરત સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે

HM News
2 Min Read

સુરત, 09 જૂન : કોરોનાની મહામારી વચ્ચે વિદ્યાર્થીઓ જેની રાહ જોઈ રહ્યા હતા તે ધોરણ-10નું મંગળવારે પ્રાઇમ જાહેર થયું હતું.સમગ્ર રાજ્યનું 60.64 ટકા પરિણામ આવ્યું છે.ત્યારે ગુજરાતમાં પ્રતિ વર્ષની જેમ સુરતે આ વર્ષે પણ મેદાન માર્યું છે.સુરત જિલ્લાનું આ વર્ષે 74.66 ટકા પરિણામ આવ્યું છે.ટકાવારીની દ્રષ્ટિએ સુરત જિલ્લો સમગ્ર રાજ્યમાં પ્રથમ આવતા વિદ્યાર્થીઓ,વાલીઓ અને શિક્ષણજગતમાં હર્ષની લાગણી ફેલાઈ છે.ગયા વર્ષે માર્ચ 2019માં સુરત જિલ્લાનું 79.63 ટકા પરિણામ આવ્યું હતું જેમાં આ વર્ષે પાંચ ટકા જેટલો ઘટાડો થયો છે અને જિલ્લાનું કુલ પરિણામ 74.66 ટકા પરિણામ આવ્યું છે.જોકે,તેમ છતાં સમગ્ર રાજ્યમાં અવ્વ્લ નંબર જાળવી રાખવામાં સુરત યથાવત રહ્યું છે.સવારે બોર્ડની વેબસાઈટ પર પરિણામ જોયા બાદ વિદ્યાર્થીઓ ખુશખુશાલ જોવા મળ્યા હતા.શહેર-જિલ્લાની તમામ શાળોમાં સોશિયલ ડિસેન્ટનસિંગનું પાલન કરવામાં આવ્યું હતું અને કોઈ પણ શાળામાં એક સાથે વધુ વિદ્યાર્થીઓ ભેગા ન થાય અને મોટા પાયે ઉજવણી ન કરે તેની તકેદારી રાખવામાં આવી હતી.

સમગ્ર રાજ્યમાં કુલ 1716 વિદ્યાર્થીઓએ એ-1 ગ્રેડ મેળવ્યો છે ત્યારે રાજ્યમાં સૌથી વધુ 350 એ-1 ગ્રેડ મેળવવામાં પણ સુરત જિલ્લો મોખરે રહ્યો છે.સુરત જિલ્લામાં 4585 વિદ્યાર્થીઓએ એ-2 ગ્રેડ મેળવ્યો છે.એ-2 ગ્રેડ મેળવવામાં પણ સુરત જિલ્લો મોખરે રહ્યો છે.આમ,શૈક્ષિન ક્ષેત્રે સુરતે ફરી એક વાર મોખરાનું સ્થાન પ્રાપ્ત કરી મેદાન માર્યું છે.સમગ્ર રાજ્યમાં ગત વર્ષની સરખામણીમાં રાજ્યનું ધોરણ -10 નું પ્રાઇમ 6.33 ટકા ઓછું રહ્યું છે. જે શિક્ષણ ક્ષેત્ર માટે ચિંતાજનક અને વિચાર માંગી લે છે.સમગ્ર રાજ્યમાં 174 શાળા એવી છે, જે 0 ટકા પરિણામ ધરાવે છે જે દર્શાવે છે કે રાજ્યમાં શિક્ષણ કેટલી હદે કથળી રહ્યું છે.રાજ્યમાં ઓછી ટકાવારી વચ્ચે પણ સુરત જિલ્લાના વિદ્યાર્થીઓ સારી ટકાવારી મેળવી અન્ય જિલ્લાના વિદ્યાર્થીઓને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *