નવી દિલ્હી, તા. 28 ફેબ્રુઆરી, 2022, સોમવાર : કેન્દ્રીય કર્મચારીઓ ઘણાં લાંબા સમયથી ડીએ એરિયરની રાહ જોઈ રહ્યા છે.એક અહેવાલ પ્રમાણે સરકાર કર્મચારીઓના ડીએ (Dearness Allowance) નું વન ટાઈમ સેટલમેન્ટ કરશે.એટલે કે,કેન્દ્રીય કર્મચારીઓના એકાઉન્ટમાં આશરે 18 મહિનાનું એરિયર એક સાથે ટ્રાન્સફર કરી દેવામાં આવશે.જોકે સરકાર તરફથી આ મામલે કોઈ નિવેદન નથી અપાયું પરંતુ આ અંગે વિચાર વિમર્શ ચાલી રહ્યા છે.
નેશનલ કાઉન્સિલ ઓફ જેસીએમના સચિવ (સ્ટાફ સાઈડ) શિવ ગોપાલ મિશ્રાના કહેવા પ્રમાણે ટૂંક સમયમાં જ કાર્મિક અને પ્રશિક્ષણ વિભાગ અને નાણા મંત્રાલય,વ્યય વિભાગના અધિકારીઓ સાથે જેસીએમની જોઈન્ટ મીટિંગ કરવામાં આવશે.
એવી આશા છે કે,આ મીટિંગમાં કર્મચારીઓના પેન્ડિંગ ડીએ એરિયર પર ચર્ચા થશે.ચૂંટણીના ગાળામાં સરકાર ડીએ એરિયરને લઈ કોઈ મોટી અપડેટ આપી શકે છે.
બેંક એકાઉન્ટમાં આવશે 2 લાખ રૂપિયા
જો 18 મહિનાના પેન્ડિંગ ડીએનું પેમેન્ટ કરવામાં આવે તો અનેક સરકારી કર્મચારીઓના એકાઉન્ટમાં 2 લાખ કરતાં પણ વધારે રૂપિયા મળી શકે છે.લેવલ-1ના કર્મચારીઓની બાકી ડીએ 11,880 રૂપિયાથી લઈને 37,000 રૂપિયાની વચ્ચે હશે.જ્યારે લેવલ-13ના કર્મચારીઓને 1,44,200 રૂપિયાથી 2,18,200 રૂપિયા ડીએ એરિયર તરીકે મળશે. સરકારી કર્મચારીઓ,કર્મચારીઓ અને પેન્શનર્સને ડીએ આપવામાં આવે છે.તે કર્મચારીઓને તેમના રહેવાના ખર્ચામાં મદદ કરવા માટે આપવામાં આવે છે.