નવી દિલ્હી તા.15 : 74માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી પ્રસંગે વડાપ્રધાને આજે તેમના 86 મિનિટના સંબોધનમાં આત્મનિર્ભર,આત્મનિર્ભર ભારત,કોરોના સંકટ, આતંકવાદ, રિફોર્મ્સ, મધ્યમવર્ગ અને કાશ્મીરનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો.તેમણે આત્મનિર્ભર ભારત શબ્દનો 30 વાર ઉલ્લેખ કર્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે વિસ્તારવાદ ભારત માયે પડકાર બન્યો છે.હવે કોરોના વચ્ચે 130 કરોડ લોકોને આત્મનિર્ભર બનાવવાનો સંકલ્પ કર્યો છે,અને તે આપણે કરીને જ રહેશું. દુનિયાના વિવિધ બિઝનેસીસ ભારતને વિશ્વની સપ્લાય ચેઈન તરીકે જોયો છે,આપણે મેક ઈન ઈન્ડીયા સાથે મેક ફોર વર્લ્ડ મંત્ર સાથે આગળ વધવાનું છે.
વડાપ્રધાને આજે અરવિંદ ઘોષને પણ યાદ કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે તે ક્રાંતિકારીથી આધ્યાત્મિક ઋષિ બન્યા હતા.તેમણે જણાવ્યું હતું કે આઝાદીના આટલા વર્ષો પછી ભારતે આત્મનિર્ભર બનવું જરૂરી છે,જે પરિવાર માટે જરૂરી છે તે દેશ માટે પણ જરૂરી છે. ભારત આ સપનાને પણ પુરું કરશે. મને આ દેશના સામર્થ્ય અને પ્રતિભા પર ગર્વ છે.
કોરોના સંકટમાં આપણે જોયું કે દુનિયામાં કેટલી મુશ્કેલીઓ આવી.આ દેશમાં એન95 માસ્ક બનતા નહોતા.પીપીઈ કીટ બનતી નથી.વેન્ટીલેટર પણ બનતા નહોતા. હવે આ બધું બનવા લાગ્યું છે.૮૬ મિનિટના અસ્ખલીત સ્વાતંત્ર્ય પર્વ પ્રવચનમાં નરેન્દ્રભાઇએ આત્મનિર્ભર ભારત શબ્દનો ૩૬ વખત, કોરોનાનો ઉલ્લેખ ૨૫ વખત, ૨૪ વખત સ્વતંત્રતા,૨૨ વખત કિસાન,૨૧ વખત મહિલા,૧૮ વખત વિકાસ, ૧૬ વખત મધ્યમ વર્ગનો ઉલ્લેખ કર્યો હતો.તો સાથો સાથ ૧૫ વાર ગ્રામીણ ગરીબ,૧૪ વખત બુનિયાદી ઢાંચા,૧૩ વાર ઓપ્ટીકલ ફાયબર,૧૧ વાર સીમા એલઓસીનો અને સેના ઔર સંકલ્પનો ૧૦ વખત,શિક્ષા,જલ મિશન,શ્રમનો ૯ વખત તથા જમ્મુ ઔર કાશ્મીરનો ૭ વખત પોતાના દોેઢ કલાકના લંબાણ ભાષણમાં ઉલ્લેખ કર્યો હતો.
નરેન્દ્રભાઇએ પોતાના આ પ્રવચનમાં પાકિસ્તાન અને ચીનને નિશાન ભલે બનાવ્યું,પણ તેમનો એકપણ વખત નામોલ્લેખ કર્યો ન હતો.