નવી દિલ્હી તા.2 : બનાવટી સમાચારો શોધવાની વાત આવે ત્યારે 99 ટકા લોકો પોતાની જાતને સ્માર્ટ ગણતા હોય છે અમેરીકાનાં પ્રેસીડીંગ્સ ઓફ નેશનલ એકેડેમી ઓફ સાયન્સમાં પ્રકાશીત અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે.એક રિસર્ચમાં બહાર આવ્યુ છે કે સોશ્યલ મિડિયા પ્લેટફોર્મ પર જે ખોટી માહિતીઓ બતાવવામાં આવતી હોય છે તેની ઓળખ કરવી ઘણી મુશ્કેલ બની રહી છે.યુટા વિશ્વ વિદ્યાલયના અભ્યાસમાં જાણવા મળ્યુ કે ચારમાંથી ત્રણ અમેરીકન ખોટી ખબરોને જાણવા પર અતિ વિશ્વાસ કરે છે.ખોટા સમાચારોના હેડીંગ પરથી ખ્યાલ નથી આવતો કે ખબર ખોટી છે.સંશોધનમાં જાણવા મળ્યુ કે દુનિયાભરની નકલી માહિતી અંગે પણ એવુ જ કંઈક છે.
સંશોધનમાં જાણવા મળ્યુ કે જેઓ પોતાની જાતને બનાવટી માહીતીથી વાકેફ માને છે તેઓને આવા સમાચાર વિશે ખબર પણ નથી હોતી.એવુ પણ જાણવા મળે છે કે નકલી સમાચારોને ઓળખવા માટે ખુબ જ આત્મ વિશ્ર્વાસથી ભરેલા લોકો ખોટા સ્ત્રોતવાળી વેબસાઈટો પરથી વધુ સર્ચ કરે છે.આ સાથે જ બનાવટી માહીતીઓ આવા લોકોને અપીલ કરે છે કે તેઓ વધુ આ સમાચારને લાઈક અને શેર કરતા હોય છે.અમેરીકાનાં શોધકર્તાઓએ 8200 સહભાગીઓ પર અભ્યાસ કર્યો.આ સહભાગીઓને ફેસબુક ફીડમાં વાસ્તવિક અને બનાવટી સમાચાર પ્રસારીત કરવાનું કહેવામાં આવ્યું છે.ખોટી ખબરોનાં ચુંગાલમાં દક્ષિણમાંથી વિચારધારા વાળા વધુ ફસાય છે જયારે ડેમોક્રેટસને ટેકો આપનારાઓ નકલી માહિતીને વધુ સારી રીતે ઓળખવામાં સક્ષમ હતા.

