મુંબઇમાં કયા-કયા પ્રકારની દુકાનોને ખોલવાની મંજુરી

300

– વાઇન શોપ્સ પણ આજથી ઓપન થશેઃ મુંબઇ શહેર રેડ ઝોન હોવા છતાં કપડાં,ફુટવેર અને સ્ટેશનરી જેવી જીવન જરૂરીયાત સિવાયની વસ્તુઓની દુકાનોને ખોલવાની મંજૂરી : જોકે કન્ટેઇનમેન્ટ ઝોનમાં અગાઉની જેમ બધું બંધ જ રહેશે

મુંબઈ,તા.૪ : કોરોના વાઇરસના દેશભરમાં સૌથી વધારે કેસ મહાનગર મુંબઈમા આવા હોવાથી શહેરના બન્ને જિલ્લાને રેડ ઝોન જાહેર કરાયા છે.જોકે આજથી શરૂ થનારા ૧૭ મે સુધીના લોકડાઉન-૩માં સરકારે જીવનજરૂરી ચીજવસ્તુઓ ઉપરાંત વાઇન-શોપ સહિતની કેટલીક દુકાનોને ખોલવાની મંજૂરી આપી છે.ખૂબ ગીચ વસ્તી ધરાવતા મુંબઈના ‘એ’વોર્ડથી માંડીને ‘ટી’ વોર્ડસુધીના કુલ ૯૩૫ વિસ્તારોને કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા હોવાથી અહીં પહેલાંની જેમ જ જીવનજરૂરી ચીજવસ્તુઓ સિવાયની કોઈ પણ દુકાનો ખોલી નહીં શકાશે.દોઢ મહિનાથી દુકાનો બંધ હોવાથી મુશ્કેલી અનુભવી રહેલા દારૂનું નિયમિત સેવન કરનારાઓએ રાહત અનુભવી હોવાનું જાણવા મળ્યું છે.

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઓફિસના સિનિયર આઈએએસ ઓફિસર ભૂષણ ગગરાનીએ ગઈ કાલે જણાવ્યું હતું કે ગ્રીન અને ઓરેન્જ ઝોનની જેમ જ રેડ ઝોનમાં પણ જીવનજરૂરી ચીજવસ્તુઓ ઉપરાંતની દુકાનો ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.મુંબઈના અનેક વિસ્તારોમાં છેલ્લા એક મહિનાથી કોરોનાના વધારે નવા કેસ નોંધાયા ન હોવાથી આ વિસ્તાર રેડ ઝોન હોવા છતાં અહીં આજથી છૂટછાટ આપવામાં આવશે.કપડાં,ફ્ટવેર,વાઇન-શોપ,સ્ટેશનરી સહિતની દુકાનોને મંજૂરી અપાઈ છે.કેન્દ્ર સરકાર સાથે ચર્ચા કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે’ ભૂષણ ગગરાનીએ ઉમેર્યું કે દિવસ દરમ્યાન એક લાઈનમાં માત્ર પાંચ જ દુકાનો ખોલી શકાશે.જોકે આ નિયમ મેડિેકલ સ્ટોર્સ અને અનાજ-કરિયાણા જેવી જીવનજરૂરી ચીજવસ્તુઓની દુકાનોને લાગુ નથી કરાયો.મોલ સિવાયની દારૂનું વેચાણ કરતી સિંગલ શોપ જ ખૂલી શકશે.કેટલી દુકાનો ખોલવા દેવી તથા એના સમય બાબતે પાલિકાના કમિશનર અને જિલ્લા કલેકટર નક્કી કરશે.જો કે સરકારના આ ફેરફારમાં હોટેલ,રેસ્ટારા કે બિયરબારોને કોઈ છૂટ નથી અપાઈ.

Share Now