સુરતના વરેલીમાં શ્રમિકોએ વાહનો સળગાવી કરી તોડફોડ : પોલીસ પર પણ પથ્થરમારો થતાં સ્થિતિ બગડી

289

સુરત જિલ્લાના પલસાણા તાલુકના વરેલી ગામે પાસ પરપ્રાંતિય મજૂરોએ ભારે હોબાળો કર્યો હતો.વતન જવાની માગ સાથે રોષે ભરાયેલાં શ્રમિકોએ વાહનો સળગાવી તોડફોડ કરી હતી.આ ઉપરાંત હજારથી વધુના એકઠાં થયેલા ટોળાએ પોલીસ પર પથ્થરમારો પણ કર્યો હતો.શ્રમિકોએ જેને પગલે ભારે તંગદિલીનું વાતાવરણ સર્જાયુ હતું.

પલસાણા તાલુકના વરેલી ગામે પાસ પરપ્રાંતિય મજૂરોનો ઉગ્ર વિરોધ

હિંસાના પગલે જિલ્લા પોલીસ ઘટના સ્થળે પહોંચી સ્થિતિ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો અને ટિયરગેસના સેલ પણ છોડ્યા હતા.વતન જવાની માગ સાથે ટોળાએ વાહનોમાં પણ તોડફોડ કરી હતી.
ટોળાએ વાહનોમાં પણ તોડફોડ કરી હતી

સુરતના રાંદેર વિસ્તારમાં પણ પરપ્રાંતિય લોકોની ધીરજ ખુટી હતી.જેને પગલે મોટી સંખ્યામાં શ્રમિકો રસ્તાઓ પર ઉતરી આવ્યાં હતા. વતન જવાની વાટ જોતા પરપ્રાંતિયોની ધીરજ ખૂટતાં તેઓ ઉગ્ર રોષ સાથે રોડ રસ્તા પર નીકળી પડ્યા હતા અને પોતાની વાતની રજૂઆત કરી હતી.

પરપ્રાંતના શ્રમિકો પોતાના વતન જવા ઇચ્છી રહ્યા

પરપ્રાંતના શ્રમિકો પોતાના વતન જવા ઇચ્છી રહ્યા છે.હાલ ઓરિસ્સા,મધ્યપ્રદેશ અને રાજસ્થાન રાજ્યમાં જવા માટેની પરવાનગી તંત્ર દ્વારા આપવામાં આવી રહી છે.જો કે બિહાર અને ઝારખંડ જવા માંગતા શ્રમિકો હાલ મુંઝવણની સ્થિતિમાં મુકાયા છે.તંત્ર દ્વારા ઓનલાઈન અરજી કરવા માટે જણાવાયું છે.પરંતુ શ્રમિક વર્ગ એટલો શિક્ષિત નથી કે તે પોતે ઓનલાઈન અરજી કરી શકે.ત્યારે આજે જિલ્લા કલેકટર કચેરી બહાર અરજી કરવા માટે શ્રમિકોની મોટી ભીડ જોવા મળી હતી.તો કેટલાંક લોકોના આક્ષેપ હતા કે ઓનલાઈન અરજી કરવા છતાં યોગ્ય જવાબ નથી મળી રહ્યો.અને મંજૂરી માટે અનેક ધક્કા ખાવા પડી રહ્યાં છે.સુરતમાં વતન પાછા ફરવાની માગણી સાથે પરપ્રાંતીય શ્રમિકો રસ્તાઓ પર ઉતરી આવ્યાં છે.પલસાણાના વરેલી ગામમાં પરપ્રાંતીય શ્રમિકો પોલીસ સાથે ઘર્ષણમાં ઉતર્યા. 1000થી વધુના ટોળાએ આક્રોશમાં આવીને પોલીસ પર પથ્થમારો કર્યો.સ્થિતિ કાબુમાં ન રહેતા પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યાં છે. આ બાજુ પાલનપુર પાટીયા વિસ્તારમાં પણ 500 શ્રમિકો રસ્તાઓ પર ઉતરી આવ્યાં છે.પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.

મળતી માહિતી મુજબ વતન પાછા ફરવાની માગણી સાથે પરપ્રાંતીય શ્રમિકોએ પોલીસ સાથે બબાલ કરી. હાલ પલસાણા કડોદરા બારડોલી પોલીસ ઘટનાસ્થળે છે.અત્રે જણાવવાનું કે લોકડાઉન બે અઠવાડિયા લંબાઈ જતા હવે પરપ્રાંતીય શ્રમિકો માટે મોટી સમસ્યા પેદા થઈ છે. તેઓ પોતાને ગામ પાછા ફરવા માટે અધીરા થઈ રહ્યાં છે.

અત્રે જણાવવાનું કે લોકડાઉન 3 શરૂ થતા જ કલેક્ટર કચેરી પર શ્રમિકોની ભીડ ઉમટવા માંડી છે.વતન પરત જવા માટે મંજૂરી લેવા માટે શ્રમિકો કલેક્ટર કચેરીએ ઉમટી પડ્યા છે.સુરતમાં આજે પણ વધુ બે પોઝિટિવ કેસ આવ્યાં છે.ગુજરાતમાં અમદાવાદ બાદ સૌથી વધુ કેસ સુરતમાં જોવા મળી રહ્યાં છે.

Share Now