By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: દીવ- દમણમાં રિટેલર લિકરશોપ અને સલૂન ખોલવા મંજૂરી અપાઈ : દમણમાં સવારે 9 થી 4 વાગ્યા સુધી તમામ લિકર શોપ ખુલ્લા રહેશે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Breaking News > દીવ- દમણમાં રિટેલર લિકરશોપ અને સલૂન ખોલવા મંજૂરી અપાઈ : દમણમાં સવારે 9 થી 4 વાગ્યા સુધી તમામ લિકર શોપ ખુલ્લા રહેશે
Breaking News

દીવ- દમણમાં રિટેલર લિકરશોપ અને સલૂન ખોલવા મંજૂરી અપાઈ : દમણમાં સવારે 9 થી 4 વાગ્યા સુધી તમામ લિકર શોપ ખુલ્લા રહેશે

HM News
Last updated: 05/05/2020 8:54 AM
HM News
5 years ago
Share
SHARE

કોરોનાને કારણે કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં છેલા 40થી પણ વધુ દિવસોથી લોકડાઉન હતું.પરંતુ દીવમાં કોરોના નો એકપણ કેસ ન નોંધાતા દીવ નો ગ્રીન ઝોનમાં સમાવેશ થયો છે.અને દીવના લોકોને લોકડાઉનમાં છૂટછાટ આપવામાં આવી છે.ત્યારે દીવ કલેકટર સલોની રાય એ વધારે એક છૂટછાટ આપી છે.દીવમાં રિટેલર લિકરશોપ અને સલૂન ખોલવા મંજૂરી આપતા લિકર શોપ ખુલ્યા છે.

દીવ કલેકટરે રિટેલર લિકર શોપ ખોલવાની મંજૂરી આપતા આજે વહેલી સવારથી જ વાઇન શોપની બહાર લાંબી કતારો લાગી હતી.દીવમાં ૮ જેટલા લિકર શોપ ખુલતા જ વહેલી સવારથી લોકોની લાંબી કતાર જોવા મળી

લોકડાઉનના ત્રીજા ફેસમાં દમણ-દીવ અને દાદરાનગર હવેલી હજુ ગ્રીન ઝોનમાં છે.કારણકે પ્રશાસનના અથાગ પ્રયત્નો અને પ્રજાના સહકારથી અહીં એક પણ કોરોના નો પોઝિટિવ કેસ નોંધાયો નથી.કલેકટર સલોની રાયે જણાવ્યું હતું કે દીવ ગ્રીન ઝોનમાં હોવાના કારણે અમુક વધારે છૂટછાટ આપવામાં આવે છે.જેની અંદર દીવના ૮ વાઈન શોપ ને શરતો ઉપર મંજૂરી આપવામાં આવી છે.દુકાનની અંદર પાંચથી વધારે ગ્રાહકો ન હોવા જોઇએ તેમજ સામાજિક અંતર જળવાઈ રહે તેના ઉપર ખાસ ધ્યાન આપવું.આ સાથે ઓટોરિક્ષા,હેર સલૂન બ્યુટી પાર્લર વગેરેને પણ ચાલુ કરવાની મંજૂરી આપવામાં આવી છે.પરંતુ આ સાથે સામાજિક અંતર જળવાય રહે છે સૅનેટાઇઝર નો ઉપયોગ,માસ્ક પહેરવું વગેરે નિયમોનું ચુસ્ત પણે પાલન કરવું.

આ સાથે કલેકટર સલોની રાયે ખાસ જણાવ્યું હતું કે દીવ ની બંને ચેકપોસ્ટો હજુ જે રીતે સીલ કરવામાં આવી છે એ જ પ્રમાણે બંધ રહેશે. જે લોકો ઉના કે દીવની બહાર થી અહીં આવે છે અને તેમની દુકાનો દીવમાં છે તો તે લોકોને હાલમાં મંજૂરી આપવામાં નહીં આવે.આ ઉપરાંત બાર, રેસ્ટોરન્ટ, પાનની દુકાનો પણ બંધ રહેશે.

આ સાથે લોકડાઉન ના આ ત્રીજા ફેસ કોઈ પણ પ્રકારના સામાજિક,ધાર્મિક,કાર્યક્રમો બંધ રહેશે.144 હજી લાગુ રહેશે.આ સાથે સલોની રાયે દીવના લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો કે જે રીતે આજ સુધી દીવના લોકોએ જે રીતે લોકડાઉન ને સફળ બનાવવા માટે સહયોગ આપ્યો છે એ જ રીતે આગળના દિવસોમાં પણ હજુ દીવ ગ્રીન ઝોનમાં જ રહે તે માટે પ્રશાસનના સૂચનોનું આ જ રીતે પાલન કરે અને સામાજિક અંતર જળવાઈ, સૅનેટાઇઝર,માસ્ક નો ઉપયોગ કરે તેમજ સ્વચ્છતા જાળવી રાખે.

ટ્રમ્પની સીએનએનના પત્રકાર સાથે ઉગ્ર દલીલબાજીઃ અમેરિકી રાષ્ટ્રપતિએ ચેનલની ઈમાનદારી ઉપર સવાલ ઉઠાવ્યા
ભાગેડુ નિરવ મોદીની લક્ઝરી કાર-દુર્લભ ઘડિયા-પેઇન્ટિંગ્સની આજે હરાજી
T.M પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા લોકડાઉનમાં ફી ઉઘરાણી કરાતા ઓડિયો મેસજ વાયરલ : ટ્રસ્ટી હરીશ પટેલનો પોતાની સંસ્થાનો લૂલો બચાવ
દિલ્હીમાં હિંસાગ્રસ્ત વિસ્તારમાં એનએસએ ડોભાલે સ્થાનિક લોકો સાથે મુલાકાત કરી
ડીફેન્સ ડીલ ઉપર મ્હોરઃ ટ્રેડ ડીલ ઉપર વાતચીત શરૂ થશે
Share This Article
Facebook Email Print
Previous Article ખુશખબર : કોરોનાની દવા બનાવવાની નજીક પહોંચ્યુ ભારત
Next Article યુનિયન ટેરેટરી સિલ્વાસામાં પણ તમામ 32 વાઈન લિકર શોપને ખોલવાની મંજૂરી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up