કોરોના સંક્રમણ દુનિયાભરમાં તબાહી મચાવી રહ્યો છે. જે પછી જેના ઉદ્દગમ સ્થાન ચીન પર અનેક આરોપ લાગ્યા છે.ચીન પર આરોપ છે કે તેને કોરોના વાયરસને પોતાની લેબમાં બાયોવેપન તરીકે બનાવ્યો છે. અને પછી એક ભૂલ હેઠળ તે લીક થઇ ગયો છે.આ સિવાય અમેરિકા ચીન પર સમય રહેતા દુનિયાને આ સંક્રમણની યોગ્ય જાણકારી ન આપવાનો આરોપ પણ લગાવ્યો છે.હવે અમેરિકા,બ્રિટન,કેનેડા,ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝિલેન્ડની ગુપ્તચર એજન્સીનો દાવો છે કે ચીન સતત આ રોગની વેક્સીન બનાવવામાં આડો આવી રહ્યો છે.
ધ સનની એક રિપોર્ટ મુજબ 5 દેશની ગુપ્તચર એજન્સીએ મળીને 15 પેજનો એક ડૉજિયર તૈયાર કર્યો છે.જે મુજબ ચીન નથી ઇચ્છતું કે કોરોના વાયરસની જલ્દી કોઇ વેક્સીન બને.આ ક્રમમાં તે અનેક દેશો અને સ્વતંત્ર વૈજ્ઞાનિક સંસ્થાઓને કોરોનાના લાઇવ સેમ્પલ આપવાની ના પાડે છે.ત્યાં સુધી કે કોઇ પણ વૈજ્ઞાનિક ગ્રાઉન્ડ ઝીરો પર જવા કે કેસ ઝીરોથી મળવાની અનુમતિ નથી.દાવો કરવામાં આવે છે કે આ ડૉજિયરના આધાર પર અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ ચીન પર સતત હુમલો કરી રહ્યા છે.
આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ચીન સતત ના પાડતો આવ્યો હતો કે આ એક માણસથી બીજા માણસમાં ફેલાય છે.તે વાતના અનેક પાક્કા પુરાવા મળ્યા છે કે તેની આ વાત પહેલાથી ખબર હતી.પણ તેણે આ વાત લાંબા સમય સુધી છુપાવી અને જેના કારણે આ રોગ યુરોપ અને અમેરિકામાં પ્રમાણમાં ફેલાઇ ગયો.
ચીનના જે પણ ડૉક્ટર્સ કે પત્રકારે આ મામલે જાણકારી તે અત્યારે ગાયબ છે.વધુ તેમાં લખ્યું છે કે આ વાતના પણ પાક્કા પુરાવા છે કે વુહાન લેબમાં ચામાચિડિયા પર મળતા આ હાનિકારણ વાયરસ પર શોધ ચાલી રહી હતી.અને આ શોધ દરમિયાન કોઇ પણ પ્રકારના પ્રોટેક્શનનો ઉપયોગ નહતો કરવામાં આવ્યા.અને આની તસવીરોને ચીન હવે નાબૂદ કરી દીધી છે.
ચીને હાલ આખી લેબેરોટરીનને નષ્ટ કરી દીધી છે.અને તેમાં કામ કરતા લોકોને પણ ગાયબ કરી દીધા છે.ચીનમાં સતત દુનિયાભરના વૈજ્ઞાનિકોને કોરોના વાયરસના લાઇવ સેમ્પલ આપવાની ના પાડી રહ્યું છે.જેણે વેક્સીનની ગતિ ધીમી કરી છે.ચીનને સંક્રમણની શરૂઆતથી જ ખબર હતી.તેણે સખ્તીથી ટ્રેવલ બેન લાગુ કર્યો પણ અન્ય દેશોને કહ્યું કે આ તો ખાલી સાવચેતી રૂપે છે.તમારે આવું કરવાની જરૂર નથી.
રિપોર્ટમાં કહ્યું કે ડિસેમ્બરમાં બીજિંગને આ વાયરસની પૂરી જાણકારી મળી ગઇ હતી પણ તેણે 31 ડિસેમ્બર સુધી આની અધિકૃત જાહેરાત ના કરી.ચીને આ બતાવવામાં 10 વધુ દિવસ લગાયા જેણે આ વાયરસને લોકોમાં ફેલાઇ દીધો.અને 23 જાન્યુઆરી સુધી વુહાનથી દુનિયાના અનેક દેશોમાં લોકો ટ્રાવેલ કરી લીધી. જે પછી અહીં પણ કોરોના સંક્રમણના કેસ સામે આવ્યા.આ સિવાય તેણે વ્હિસલબ્લોઅર ડોક્ટર્સને પણ ગાયબ કરી દીધા અને આ તમામ વાતો પર ચીને આજ દિવસ સુધી કોઇ પ્રતિક્રિયા નથી આપી.