સુરત રેલવે સ્ટેશનથી પ્રથમ ટ્રેન યુપી જવા માટે રવાના થઇ ગઇ છે.છેલ્લા કેટલાક સમયથી પોતાના વતન જવા માટે માંગ કરી રહેલા શ્રમજીવીઓ આખરે તેમના વતન જવા રવાના થયા છે.સુરતથી પ્રયાગરાજ સુધી શરૂ થયેલી પ્રથમ ટ્રેનમાં 1 હજાર 200 જેટલા શ્રમિકોને લઇ જવામાં આવ્યા.
શ્રમિકોમાં ભારે ઉત્સાહ અને આનંદની લાગણી
મહત્વનું છે કે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઓડિશાની રાજ્ય સરકારોએ પોતાના નાગરિકોને વતનમાં બોલાવવાની શરૂઆત કરી હતી.પરંતુ યુપી સરકાર દ્વારા જાહેરાત ન કરાતા શ્રમિકોમાં રોષ જોવા મળી રહ્યો હતો.લોકરોષ જોતા આખરે સરકારે યુપીની ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો.જે અંતર્ગત પ્રથમ ટ્રેન પ્રયાગરાજ રવાના કરવામાં આવી.યુપીની ટ્રેન વ્યવસ્થા શરૂ થતા વતન પરત ફરી રહેલા શ્રમિકોમાં ભારે ઉત્સાહ અને આનંદની લાગણી છવાઇ ગઇ.