તબલીગી જમાતનાં મૌલાના સાદ પર ક્રાઇમ બ્રાન્ચે ગાળિયો કસ્યો

286

– દીકરાની ૨ કલાક કરાઇ પૂછપરછ

નવી દિલ્હી તા. ૬ : દિલ્હી સ્થિતિ તબલીગી જમાતનાં મરકઝનાં સંચાલક મૌલાના સાદની ધરપકડ અત્યાર સુધી થઈ શકી નથી.આ દરમિયાન મુદ્દાની તપાસ કરી રહેલી દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચે મૌલાના સાદનાં દીકરાની પુછપરછ કરી છે.મૌલાના સાદનાં દીકરાની પુછપરછમાં એ લોકોની જાણકારી માંગવામાં આવી છે જેઓ મરકઝનું કામકાજ સંભાળતા હતા.માર્ચ મહિનામાં કોરોના વાયરસનાં ખતરાની વચ્ચે મરકઝમાં નિયમોનું ઉલ્લંઘન કરતા મોટી સંખ્યામાં જમાતીઓ ભેગા થયા હતા.આમાંથી મોટી સંખ્યામાં જમાતીઓ કોરોના સંક્રમિત મળ્યા હતા,ત્યારબાદ મરકઝનાં સંચાલક મૌલાના સાદની વિરુદ્ઘ એફઆઈઆર નોંધાવવામાં આવી હતી.ક્રાઇમ બ્રાન્ચ અનેક નોટિસ મૌલાના સાદને મોકલી ચુકી છે,પરંતુ સંતોષજનક જવાબ મળ્યો નથી.ક્રાઇમ બ્રાન્ચે સત્યને સામે લાવવા મૌલાના સાદનાં પરિવારની પુછપરછ શરૂ કરી છે.ક્રાઇમ બ્રાન્ચે મૌલાના સાદનાં એક દીકરાની પુછપરછ કરી છે.મૌલાના સાદનાં દીકરા સઈદ સાથે મંગળવારનાં લગભગ ૨ કલાક પુછપરછ કરવામાં આવી.આ દરમિયાન ટીમે સઈદ સાથે લગભગ ૨૦ લોકોની ડિટેલ્સ માંગી છે જેમણે મરકઝમાં આવતા-જતા લોકો અને ત્યાંની સંપૂર્ણ વ્યવસ્થાની જવાબદારી સંભાળી છે.ઉલ્લેખનીય છે કે મૌલાના સાદનાં ત્રણ દીકરાઓમાં સઈદ મરકઝનાં કામમાં સૌથી વધારે સક્રિય ગણાવવામાં આવી રહ્યો છે.આ જ કારણ છે કે ક્રાઇમ બ્રાન્ચે મૌલાના સાદ પર ગાળિયો કસવા માટે તેમના દીકરાની પુછપરછ કરી છે.પુછપરછની સાથે સઈદને એ પણ કહેવામાં આવ્યું છે કે તે પોતાના પિતાને સરકારી હોસ્પિટલમાં કોરોના સંક્રમણનો ટેસ્ટ કરાવવા માટે કહે.

Share Now