ઇકવાડોરમાં જોવા મળ્યા ભયાનક દ્રશ્યોઃ રસ્તે રઝળી રહ્યા છે મૃતદેહો

307

– ઈકવાડોરમાં કોરોનાના ૩૧,૦૦૦થી વધારે કેસ નોંધાયા છે જયારે ૧,૫૬૯ લોકોના મોત નીપજયા છે

લંડન, તા.૭: કોરોના વાયરસના કારણે વિશ્વમાં દ્યણા દેશોની હાલત ખરાબ થઈ ગઈ છે.ઈકવાડોરની રાજધાનીમાં તો કોરોનાથી મૃત્યુ પામેલાઓના મૃતદેહો રસ્તા પર રઝળી રહ્યા છે.સમગ્ર લેટિન અમેરિકામાં કોરોના વાયરસ હજી તેની ટોચ પર પહોંચ્યો નથી.મંગળવારે કિવન્ટોમાં ફોરેન્સિક નિષ્ણાતોએ ૬૫ વર્ષીય પુરૂષના મૃતદેહની તપાસ કરી હતી કે તેનું મોત કોવિડ-૧૯ના કારણે થયું છે કે નહીં.થોડા સમય બાદ અંતિમવિધિ કરતા કર્મચારીઓ ત્યાં આવી પહોંચ્યા હતા અને મૃતદેહને કોફિનમાં મૂકીને ત્યાંથી લઈ ગયા હતા.ઈકવાડોરમાં કોરોનાના ૩૧,૦૦૦થી વધારે કેસ નોંધાયા છે જયારે ૧,૫૬૯ લોકોના મોત નીપજયા છે.લેટિન અમેરિકા અને કેરેબિયનમાં બુધવારે મૃત્યુઆંક ૧૫,૦૦૦ને પાર થઈ ગયો હતો.જયારે ૨,૮૦,૦૦૦ કેસ નોંધાયા છે. બ્રાઝિલ અને મેકિસકો બાદ ઈકવાડોર સૌથી ખરાબ રીતે અસરગ્રસ્ત લેટિન અમેરિકન દેશ છે.બ્રાઝિલમાં ૧,૧૪,૭૧૫ કેસ નોંધાયા છે અને ૭,૯૨૧ લોકોના મોત નીપજયા છે.જયારે મેકિસકોમાં ૨૬,૦૨૫ કેસ નોંધાયા છે અને ૨,૨૭૧દ્ગક્ન મોત થયા છે.નિષ્ણાતોનું માનવું છે કે લેટિન અમેરિકામાં આગામી દિવસોમાં કોરોના મહામારી તેની ટોચ પર પહોંચી જશે.ઈકવાડોર,કોલંબિયા અને ડોમિનિકન રિપબ્લિક સહિત દ્યણા દેશોએ કોરોનાનો ચેપ ફેલાતો રોકવા માટે લોકડાઉન વધારી દીધું છે.પાન અમેરિકન હેલ્થ ઓર્ગેનાઈઝેશને તમામ દેશોની સરકારોને ચેતવણી આપી છે કે તેઓ જયારે લોકડાઉનના નિયમો હળવા બનાવે ત્યારે ધ્યાન રાખે કેમ કે બ્રાઝિલ,ઈકવાડોર,પેરૂ,ચિલી અને મેકિસકો જેવા દેશોમાં વાયરસનું ટ્રાન્સમિશન હાલમાં ઘણું વધારે છે.લેટિન અમેરિકામાં કોરોનાનો પ્રથમ કેસ બ્રાઝિલમાં ૨૬ ફેબ્રુઆરીના રોજ નોંધાયો હતો.જેમાં ૬૧ વર્ષીય વ્યકિત ઈટાલીના સૌથી ખરાબ રીતે અસરગ્રસ્ત લોમ્બાર્ડીથી ટ્રાવેલિંગ કરીને આવ્યો હતો.

Share Now