કોરોના સંકટ વચ્ચે ફરી એક વખત થાઈલેન્ડના રાજા ‘સેક્સ સોલ્જર્સ’ સાથે જર્મની ભાગ્યા

282

થાઈલેન્ડ, તા. 8 મે 2020, શુક્રવાર

કોરોના વાયરસના મહાસંકટ વચ્ચે થાઈલેન્ડના રાજા મહા વાજિરાલોંગકોર્ન ઉર્ફે રામ દશમ ફરી એક વખત 20 ‘સેક્સ સોલ્જર્સ’ સાથે જર્મની ભાગી ગયા છે. આ તમામ સુંદર મહિલાઓ જર્મનીની એક આલિશાન હોટેલમાં બનાવવામાં આવેલા રાજા મહા વાજિરાલોંગકોર્નના ‘હરમ’માં રહેશે અને આ તમામ મહિલાઓને સેનાની રેન્ક આપવામાં આવી છે.આના પહેલા થાઈ રાજા થોડા સમય માટે સ્વદેશ પરત ગયા હતા અને કોરોનાગ્રસ્ત લોકોની મુલાકાત બાદ ફરી એક વખત જર્મની પહોંચી ગયા છે.

રાજા માટે બનાવવામાં આવેલા ખાસ ‘હરમ’માં આનંદ

જાણવા મળ્યા મુજબ રાજા મહા વાજિરાલોંગકોર્ન ઉર્ફે રામ દશમે દક્ષિણ જર્મનીની અલ્પાઈન હોટેલમાં શરણ લીધું છે.આ હોટેલને હવે થાઈલેન્ડના રાજાના મહેલની જેમ શણગારી દેવામાં આવી છે.રાજાએ આ હોટેલનો ચોથો માળ બુક કર્યો છે અને ત્યાં તેમના મનોરંજન માટે એક વિશેષ રૂમ ‘હરમ’ બનાવવામાં આવ્યો છે.રાજા આ રૂમમાં 20 સેક્સ સોલ્જર્સ સાથે આનંદ કરે છે તેવો દાવો કરાયો છે.

થાઈલેન્ડના સોના વડે રૂમની સજાવટ

આ રૂમને થાઈલેન્ડથી વિશેષરૂપે મંગાવવામાં આવેલી સોના-ચાંદીની બહુમૂલ્ય વસ્તુઓ વડે શણગારવામાં આવ્યો છે.એક અહેવાલ પ્રમાણે રાજાની ‘સેક્સ સોલ્જર્સ’ને સૈન્ય યુનિટ તરીકે એકત્રિત કરવામાં આવી છે અને તે SAS તરીકે ઓળખાય છે.તે બ્રિટનની સ્પેશિયલ કી ફોર્સ સમાન છે જેનું લક્ષ્‍ય વિજય છે.આ સેક્સ સોલ્જર્સને S001થી લઈને S020 સુધીની રેન્ક આપવામાં આવે છે.ઉપરાંત તેમને મેજર જેવી ઉપાધિઓ પણ આપવામાં આવે છે.

રાજા 25 અબજ ડોલરની સંપત્તિના માલિક

રાજા મહા રાજદ્વારી છૂટ ધરાવતા હોવાથી જર્મન સરકાર તેમના કોઈ કામમાં હસ્તક્ષેપ નથી કરતી.20 અબજ ડોલરની સંપત્તિના માલિક થાઈ રાજાએ અગાઉથી જ એક વર્ષ માટે આ હોટેલને બુક કરી રાખી છે.એક તરફ જર્મની અને થાઈલેન્ડ બંને કોરોના સંકટ સામે ઝઝુમી રહ્યા છે ત્યારે રાજા મહા રજાઓનો આનંદ માણી રહ્યા છે.કોરોનાના કારણે જર્મનીમાં 7,277 અને થાઈલેન્ડમાં 55 લોકોના મોત નોંધાયા છે.

થાઈલેન્ડમાં રાજા વિરૂદ્ધ રોષ ભભૂક્યો

કોરોના સંકટ વચ્ચે રાજા દેશ છોડીને ભાગી ગયા હોવાથી થાઈલેન્ડના હજારો લોકો રાજા પર રોષે ભરાયા છે.મોટી સંખ્યામાં લોકો સોશિયલ મીડિયામાં રાજાની ટીકા કરી રહ્યા છે.થાઈલેન્ડમાં રાજાને ભગવાનની સંજ્ઞા આપવામાં આવે છે અને તેમની ટીકા કરનારાઓને 15 વર્ષ સુધીની જેલ થઈ શકે છે તેમ છતા થાઈલેન્ડમાં ‘અમને રાજાની શું જરૂર’ ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યું છે.દેશનિકાલ બાદ ફ્રાંસમાં રહેતા માનવાધિકાર કાર્યકર સોમસાક જેઅમાતીરસકુલે ફેસબુક પોસ્ટમાં લખ્યું હતું કે, ‘કંટાળો દૂર કરવા રાજા પહેલા સ્વિત્ઝરલેન્ડ ગયા અને હવે જર્મની ફરી રહ્યા છે.’

રાજા મહાએ બોડીગાર્ડ સાથે લગ્ન કરેલા

થાઈલેન્ડના રાજાએ પોતાના રાજતિલક પહેલા પોતાની બોડીગાર્ડ સુથિદા તિદજઈ સાથે લગ્ન કર્યા હતા.વાજિરાલોંગકોર્નને બૌદ્ધ અને બ્રાહ્મણ સમારંભમાં સત્તાવાર રીતે તાજ પહેરાવવામાં આવ્યો હતો.આ અગાઉ રાજાએ ત્રણ લગ્ન કરેલા જેનાથી તેમને સાત બાળકો છે.જો કે,તેમણે અગાઉની ત્રણેય પત્નીને છૂટાછેડા આપી દીધેલા છે.થાઈલેન્ડની નવી રાણી સુથિદા પહેલા રાજાન સિક્યોરિટી યુનિટની કમાંડર હતી અને બંને વચ્ચે ઘણા લાંબા સમયથી અફેર ચાલી રહ્યું હતું.

Share Now