
– તમામ કર્મચારીઓને ઓફિસે ન આવવા અનુરોધઃ મેનેજરના સંપર્કમાં આવેલાઓને ૧૪ દિવસ કોરન્ટાઈનમાં રહેવા સલાહ
મુંબઈ, તા. ૮ :. સેબીમાં કામ કરતા એક મેનેજરને કોવિડ-૧૯ પોઝીટીવ હોવાનું બહાર આવ્યા બાદ સમગ્ર હેડ કવાર્ટરને ૧૦મી મે સુધી સીલ કરી દેવામાં આવેલ છે.મળતા અહેવાલો મુજબ સેબીએ પોતાના કર્મચારીઓને ઓફિસમાં હાજર ન રહેવા અને ઘરેથી કામ કરવાનું કહ્યુ છે.સેબીએ એ બધા અધિકારીઓને પૂછયુ છે કે જે લોકો સહાયક મેનેજરના સંપર્કમાં આવ્યા હતા તેઓ એચઆર વિભાગ સાથે વાત કરી ૧૪ દિવસ માટે કોરન્ટાઈન થઈ જાય.સેબીએ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યુ છે કે લોકડાઉનની જાહેરાત બાદ અમે અમારી કચેરીમા સાવચેતીના તમામ પગલાઓ લીધા છે.