સમગ્ર વિશ્વમાં કોરોનાએ કોહરામ મચાવ્યો છે.આપણા રાજ્યમાં પણ કોરોનાએ બધી વ્યવસ્થાઓ સ્થગિત કરી દેવા મજબૂર કરી દીધા છે.રાજ્યમાં તમામ પ્રકારની આર્થિક ગતિવિધિઓ સાથે શૈક્ષણિક ગતિવિધિ પણ ઠપ થઈ ગઈ છે.જેને પગલે સરકારે વાલીઓને 3 મહિનાની ફી ભરવામાં રાહત આપી તે પછીથી ચુકવી શકાશે તેવી જાહેરાત કરી છે જેને પગલે વાલીમંડળ દ્વારા ફી માફીની માંગ કરાઈ રહી છે.
ગુજરાત સરકારના નિર્ણયને લઇ વાલીમંડળમાં રોષ જોવા મળ્યો છે.સરકારે શિક્ષણ માટે લીધેલા નિર્ણયનો વાલી મંડળે વિરોધ કર્યો છે. ૩ મહિનાની ફી માફી આપવી જોઈએ તેવી વાલીમંડળે માગ કરી છે.મુખ્યમંત્રી મિટિંગમાં વાલી મંડળને આમંત્રણ આપવું જરૂરી હતું.મહામારીમાં વાલીઓને ફી ભરવામાં રાહત આપવી જોઈએ.
કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ પણ આ અંગે વાલીઓના સૂરમાં સૂર પુરાવ્યો હતો.તેમણે કહ્યુ હતુ કે,સરકારે સંચાલકોને બદલે વાલીઓનું હીત જોવું જોઈએ.ઓછામાં ઓછી 50 ટકા ફીમાં રાહત આપવી જોઈએ. અત્યારે સ્કૂલોને શિક્ષકોને પગાર સિવાય બીજા કોઈ ખર્ચ નથી.21 દિવસના લોકડાઉનમાં વાલીઓ પાસે પૈસા જ નથી.પૈસા ન હોય ત્યારે ફી કેવી રીતે ભરવી.
વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે સરકારના મહત્વના નિર્ણયની જાહેરાત કરી હતી.તેમણે કહ્યું હતું કે આવતા શૈક્ષણિક વર્ષમાં કોઈ ફી વધારો નહી થાય. તેમ જ માર્ચ-એપ્રિલ-મે ની ત્રણ મહિનાની ફી સપ્ટેબર સુધી ભરી શકાશે. આ ફી માટે વાલીઓ માસિક હપ્તો પણ ભરી શકશે.તેમણે તેમ પણ કહ્યું કે કોઈ સ્કૂલ વાલી પર ફીને લઈને દબાણ નહીં કરી શકે.વિશ્વને પગલે આપણા રાજ્યમાં કોરોનાએ બધી વ્યવસ્થાઓ સ્થગિત કરી દેવા મજબૂર કરી દીધા છે.રાજ્યમાં તમામ પ્રકારની આર્થિક ગતિવિધિઓ સાથે શૈક્ષણિક ગતિવિધિ પણ ઠપ થઈ ગઈ છે.જો કે,રાજ્ય માટે એ વાતની શાંતિ રહી કે એસએસસી બોર્ડની પરીક્ષાઓ લેવાઈ ગઈ હતી.જો કે,રાજ્યમાં હાલ લોકડાઉન ચાલી રહ્યું છે.લોકડાઉન દરમિયાન રાજ્યમાં વ્યાપાર-ધંધા ખોરવાયા છે.તેવા સમયમાં રાજ્યના અનેક વાલીઓને રાહત મળે તેવા સમચાર મળી રહ્યા છે.રાજ્ય સરકારે વાલીઓની તરફેણમાં એક મહત્વનો નિર્ણય કર્યો છે.
લોકડાઉન દરમિયાન રાજ્યમાં વ્યાપાર-ધંધા ખોરવાયા છે.આ સ્થિતિમાં અનેક વાલીઓને ઉઘડતા સત્ર દરમિયાન પોતાના સંતાનોની શૈક્ષણિક ફી બાબતે અજંપો રહેતો હતો.તેવા સમયમાં રાજ્યના અનેક વાલીઓને રાહત મળે તેવા સમચાર મળી રહ્યા છે.રાજ્ય સરકારે વાલીઓની તરફેણમાં એક મહત્વનો નિર્ણય કર્યો છે.જેમાં આવતા શૈક્ષણિક વર્ષમાં એકપણ શાળા પોતાની ફીમાં વધારો કરી શકશે નહીં.કોરોના સામેના જંગરૂપે રાજ્યમાં હાલ લોકડાઉન છે.તેમ છતાં રાજ્યમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે હવે એવી માહિતી છે કે આ લોકડાઉન આગળ વધી શકે છે.જો કે,આ અંગે હાલ કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.પરંતુ સરકારે યુનિવર્સિટી અને કોલેજોમાં 15 એપ્રિલથી 16 મે સુધી વેકેશનની જાહેરાત કરી છે અને 17 મે બાદ યુજીસી(UGC)ની ગાઇડલાઇન પ્રમાણે યુનિવર્સિટીની પરીક્ષા લેવાનું નક્કી કર્યુ છે.
રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે.રોજ રોજ સંક્રમિતોના નવા આંકડા સામે આવી રહ્યા છે.જો કે,કોરોનાના કહેરમાં એ વાતની શાંતિ રહી કે આપણા રાજ્યમાં એસએસસી બોર્ડની પરીક્ષા યોજાઈ ચૂકી હતી.જો કે જ્યારે પણ લોકડાઉન સમાપ્ત થશે પછી નવું શૈક્ષણિક સત્ર ચાલુ થશે.આથી જે વિદ્યાર્થીઓ એસએસસી અને એચએસસી બોર્ડની પરીક્ષા આપી ચૂક્યા છે તેઓ તેમના પરિણામની રાહ જોઈ રહ્યા છે.આથી ઉત્તરવહીની ચકાસણી પ્રક્રિયા 16 એપ્રિલ બાદ હાથ ધરવામાં આવશે.સરકારે રાજ્યના હજારો વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે રાહત ભર્યો નિર્ણય કર્યો છે. ફી વ્યવસ્થાથી લઈને પરીક્ષાપેપરના મૂલ્યાંકન સુધી સરકારે વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે અનુકૂળ વ્યવસ્થા કરી આપી છે. કેમ કે કોરોના સામેનો જંગ જીતવા માટે દરેક નાગરિકોને સક્ષમ બનાવવા જરૂરી છે.