ઝારખંડમાં ૧૧ બ્રાન્ડોના પાન-મસાલાના પ્રોડકટ અને વેચાણ ઉપર એક વર્ષ સુધી પ્રતિબંધ

293

– ઝારખંડમાં પાન-મસાલામાંથી મેગ્નીશીયમ કાર્બોનેટ મળતા ૧૧ બ્રાન્ડ ઉપર એક વર્ષનો પ્રતિબંધ

રાંચીઃ ઝારખંડમાં રજનીગંધા,રાજનિવાસ,પાન પરાગ,વિમલ સહિત ૧૧ બ્રાન્ડોના પાન-મસાલાના પ્રોડકટ અને વેચાણ ઉપર એક વર્ષ સુધી પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.ઝારખંડ સરકારે પાન મસાલાની વિવિધ બ્રાન્ટોની તપાસમાં મેગ્નીશિયમ કાર્બોનેટ મળ્યું હતું.ત્યારબાદ સરકારે આ નિર્ણય લીધો હતો.ગત દિવસોમાં મુખ્ય સચિવની અધ્યક્ષતામાં થયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં આપવામાં આવેલી સૂચના બાદ શુક્રવારે રાજયના સ્વાસ્થ્ય સચિવ,સહ રાજય ખાદ્ય સંરક્ષા આયુકત ડો.નિતિન મદન કુલકર્ણીએ રાજયમાં ૧૧ બ્રાન્ડના પાન મસાલા (રજનીગંધા, વિમલ, શિખર,પાન પરાગ,દિલરુબા,રાજનિવાસ, સોહરત,મુસાફિર,મધુ,બહાર, પાન પરાગ પ્રીમિયમ) ઉપર પ્રતિબંધ લગાવ્યો છે.આ પ્રતિબંધ વિવિધ જિલ્લાઓમાંથી પ્રાપ્ત ૪૧ પાન મસાલાના નમૂનાઓની તપાસમાં મેગ્નીશિયમ કાર્બોનેટની માત્રા મળવાના કારણે લગાવ્યો છે. મેગ્નિશિયમ કાર્બોનેટથી હૃદયની બીમારી સહિત વિવિધ પ્રકારની બીમારીઓ થાય છે.પાન મસાલા માટે ફૂડ સેકટી એકટ ૨૦૦૬માં આપવામાં આવેલા માપદંડ પ્રમાણે મેગ્નીશિયમ કાર્બોનેટ મિક્ષ કરવા ઉપર પ્રતિબંધ છે.એટલા માટે જન સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખતા અત્યારે આ પ્રતિબંદ એક વર્ષ માટે લગાવવામાં આવ્યો છે.ઝારખંડમાં તમાકુ નિયમંત્ર હેતુથી રાજય સરકારની ટેકનિકી સહોયગ સંસ્થાન સોશિયો ઈકોનોમિક એન્ડ એજયુકેશનલ ડેવલોપમેન્ટ સોસાઈટી (સીડ્સ)ના કાર્યપાલક નિદેશક દીપક મિશ્રએ જણાવ્યું હતું કે,પાન મસાલા ઉપર પ્રતિબંધ લગાવીને રાજય સરકારે એક સાહસિક પગલું ભર્યું છે.મિશ્રાએ જણાવ્યું હતું કે,GATS -2 ના સર્વેમાં ઝારખંડમાં તમાકુ સેવન કરનાર લોકો ૩૮.૯ ટકા છે જેમાં ચાવવાના તમાકુનુ સેવન કરનાર લોકોમાં ૩૪.૫ ટકા છે.જે રાષ્ટ્રીય સરેરાશમાં વધારે છે.રાજયમાં યોગ્ય ઢંગથી પ્રતિબંધ તમાકુ સેવન કરનારાઓમાં દ્યટાડો થશે.

Share Now